Laptop Tips and Tricks: જૂના લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન તો આ રીતે કરો તેને ફાસ્ટ

આ પદ્ધતિઓ અપનાવવાથી તમારું કામ સરળ બની શકે છે. જો તમે Windows 10 અથવા Windows 8નો ઉપયોગ કરી રહ્યાં છો તો આ પદ્ધતિઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

Laptop Tips and Tricks: જૂના લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન તો આ રીતે કરો તેને ફાસ્ટ
Laptop Tips and Tricks (PC: iStock)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:37 AM

વધતા ડિજીટાઈઝેશનને કારણે સ્માર્ટફોન (Smartphone) અને લેપટોપનો ઉપયોગ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. આજના વ્યસ્ત જીવનમાં આપણે બધા કામ ઝડપથી કરવા પડે છે. આવી સ્થિતિમાં ગેજેટ્સ તમને તમારા બધા કામ સમયસર પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેથી જ તેમને યોગ્ય રીતે કામ કરતા રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ જો તમારું લેપટોપ સ્લો થઈ જાય છે તો તમને કામ કરવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે. જો તમે પણ તમારા જૂના લેપટોપ (Laptop)ની ધીમી ગતિથી પરેશાન છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને તમારા જૂના લેપટોપની સ્લો સ્પીડ વધારવાની રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પદ્ધતિઓ અપનાવવાથી તમારું કામ સરળ બની શકે છે. જો તમે Windows 10 અથવા Windows 8નો ઉપયોગ કરી રહ્યાં છો તો આ પદ્ધતિઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમારી પાસે જૂનું લેપટોપ હોય તો તમારે તેની હાર્ડ ડ્રાઈવ અથવા મેમરી કાર્ડ બદલવાની જરૂર પડી શકે છે.

સ્ટાર્ટઅપ પર ચાલતા પ્રોગ્રામ્સ બંધ કરો

તમારે કોઈપણ બિન-જરૂરી પ્રોગ્રામ્સ બંધ કરવા જોઈએ જે સ્ટાર્ટઅપ વખતે આપમેળે ચાલે છે, જેમ કે સિસ્ટમ ટ્રેમાં ચાલતા પ્રોગ્રામ્સ. આ તમારા કમ્પ્યુટરને ધીમું કરી શકે છે. આ માટે ટાસ્કબાર પર જમણી બાજુ ક્લિક કરો. હવે ટાસ્ક મેનેજર પસંદ કરો. તે પછી સ્ટાર્ટઅપ ટેબ પર જાઓ. અહીં તમે સ્ટાર્ટઅપ પર ચાલતી દરેક વસ્તુને ઈફેક્ટ સાથે જોઈ શકશો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિન્ડોઝ, ડ્રાઈવર્સ અને એપ્સ અપડેટ કરો

જો તમારા ડિવાઈસનું સોફ્ટવેર અપડેટ ન થયું હોય તો લેપટોપ સ્લો થવાનું પણ એક કારણ હોઈ શકે છે. એટલા માટે તમારે હંમેશા સોફ્ટવેર અપડેટ રાખવું જોઈએ. આ તમારી સુરક્ષા અને કામગીરી બંને માટે સારું છે.

બિનજરૂરી ફાઈલો કાઢી નાખો

તમારા કોમ્પ્યુટરમાં અનેક પ્રકારની ફાઈલો હાજર હોય છે, જેના પરફોર્મન્સ પર પણ ખરાબ અસર પડી શકે છે. જો તમે દરરોજ ઘણી બધી મોટી ફાઈલો, હાઈ-રિઝોલ્યુશન ફાઈલો અને વીડિયો સાચવો છો તો તમારે દર અઠવાડિયે ફાઈલો અને ફોલ્ડર્સ કાઢી નાખીને અને પછી રિસાઈકલ બિનને ખાલી કરીને જગ્યા ખાલી કરવી જોઈએ. તમારા કોમ્પ્યુટરમાં બગ માટે પ્રોગ્રામ જવાબદાર હોઈ શકે છે. આવા પ્રોગ્રામ્સને ઓળખવા માટે તમારા ટાસ્ક મેનેજર પર જાઓ અને તમારા દ્વારા કયા રિસોર્સનો ઉપયોગ કરવામાં આવે છે તે શોધો.

આ પણ વાંચો: હૈદરાબાદ: રામાનુજ સહસ્રાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે આધ્યાત્મિકતામાં લીન થયા ભક્તો, PM મોદી આજે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું અનાવરણ કરશે

આ પણ વાંચો: 7th pay commission : કેન્દ્ર સરકારના આ કર્મચારીઓને DA માં 14 ટકા વધારાનો લાભ મળશે, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">