AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agri Export: સમગ્ર વિશ્વમાં ખૂબ પસંદ કરવામાં આવે છે ભારતીય ફળો, શાકભાજી અને અનાજ, આંકડા પર એક નજર

વાણિજ્ય મંત્રાલયે દેશમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસના તાજેતરના આંકડા શેર કર્યા છે, જે મુજબ, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસ 13 ટકા વધીને 19.69 અરબ ડોલર થઈ છે, જેમાં મોટાભાગે વિદેશમાં ખાંડ, બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે, તો ચાલો આંકડાઓ પર એક નજર કરીએ.

Agri Export: સમગ્ર વિશ્વમાં ખૂબ પસંદ કરવામાં આવે છે ભારતીય ફળો, શાકભાજી અને અનાજ, આંકડા પર એક નજર
Agriculture Products of IndiaImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 6:24 PM
Share

ભારત પ્રાચીન સમયથી દેશ-વિદેશમાં તેની અનોખી પદ્ધતિઓ માટે જાણીતું છે. પહેલેથી જ આપણા દેશની કૃષિ પેદાશો આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. જો જોવામાં આવે તો આજના સમયમાં ભારતના પ્રોસેસ્ડ અને રેડી ટુ ઈટ ખોરાક પણ વિદેશીઓને આકર્ષી રહ્યા છે. આ સંદર્ભમાં વાણિજ્ય મંત્રાલયે દેશમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસના તાજેતરના આંકડા શેર કર્યા છે, જે મુજબ, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસ 13 ટકા વધીને 19.69 અરબ ડોલર થઈ છે, જેમાં મોટાભાગે વિદેશમાં ખાંડ, બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે, તો ચાલો આંકડાઓ પર એક નજર કરીએ.

આ પણ વાંચો: Nano Urea સાથે સેલ્ફી પાડીને મેળવો 2500 રૂપિયા, ડોક્યુમેન્ટ્રી કરવા પર મળી શકે છે 20,000 રૂપિયા

બાસમતી, નોન-બાસમતી ચોખા

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2022-23માં બાસમતી ચોખાની નિકાસ 40.26% વધીને 3.33 અરબ ડોલર થઈ હતી અને તે જ સમયે બિન-બાસમતી ચોખાની નિકાસ 3.35% વધીને 4.66 અરબ ડોલર થઈ હતી.

ઘઉંની નિકાસ

ઘઉંની નિકાસની વાત કરીએ તો વર્ષ 2022-23માં ઘઉંની વૃદ્ધિમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો જોવામાં આવે તો વર્ષ 2021-22માં 145.2 કરોડ ડોલરના ઘઉંની નિકાસ કરવામાં આવી હતી અને પછી એપ્રિલ-ડિસેમ્બર 2022માં 4 ટકાની વૃદ્ધિ સાથે 150.8 કરોડ ડોલર સુધી પહોંચી હતી.

ફળો અને શાકભાજીમાં વધારો

ભારતની જમીનમાં ઉગાડવામાં આવતાં ફળો અને શાકભાજી વિદેશમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આંકડા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય ફળો અને શાકભાજીની વિશ્વમાં નિકાસ 242 અરબ ડોલરથી વધીને 436 અરબ ડોલર સુધી થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ આંકડો એપ્રિલ-ડિસેમ્બર 2021-22નો છે.

મરઘાં અને ડેરી ઉત્પાદનોનો નિકાસ ડેટા

આપની જાણકારી માટે જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષમાં પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસમાં 91.70 ટકા અને અન્ય અનાજની નિકાસમાં 13.64 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ વધીને 95 મિલિયન ડોલર થઈ છે જે અગાઉના વર્ષના સમાન મહિનામાં 50 મિલિયન અમેરિકી ડોલર હતી. એ જ રીતે, ડેરી ઉત્પાદનોમાં 19.45 ટકાનો વધારો નોંધાયો હતો કારણ કે તેની નિકાસ એપ્રિલ-ડિસેમ્બર 2022માં વધીને 471 મિલિયન ડોલર થઈ હતી જે ગયા વર્ષે 395 મિલિયન અમેરિકી ડોલર હતી.

ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી
સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી
g clip-path="url(#clip0_868_265)">