ગુજરાતમાં 4 જુલાઇ સુધીમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવણી, ખેડૂતોએ કપાસ, મગફળી, બાજરી અને કઠોળ જેવા પાકોનું વાવેતર કર્યું
ગુજરાતમાં (Gujarat) મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે ખેડૂતો હવે વાવણીમાં જોતરાઇ ગયા છે. ત્યારે ખેડૂતો સારા વરસાદની આશાએ જમીનમાં સારું વાવેતર કર્યું છે.
ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદ (Monsoon) સારો થતાં જગતના (Farmers) તાતે વાવણી શરુ કરી છે. ગુજરાત રાજ્યમાં 4 જુલાઈ સુધીમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયેલ છે. ખેડુતોએ કપાસ, મગફળી, બાજરી અને કઠોળ જેવા પાકોનું વાવેતર શરુ કર્યું છે.
રાજ્યમાં મેઘરાજા મનભરીને વરસી રહ્યા છે. ત્યારે હવે ખેડુતો વરસાદના વધામણાં કરી રહ્યા છે. આધુનિક સમયમાં ખેતી માટે હવે ટ્રેક્ટર સૌથી અગત્યનું સાધન છે, ત્યારે ખેતરમાં વાવણીની શરૂઆત કરતાં પહેલાં ખેડૂતોએ ટ્રેક્ટરની કુમકમ તિલક બાદ પૂજા કરી વાવણીની શરૂઆત કરી છે.
ખેડૂત ચંદુજી ઠાકોરનું કહેવું છેકે વરસાદ સારો થઈ ગયો છે વાવણી લાયક અને વાવણી ચાલુ થઈ ગઈ છે. આ વર્ષે ખેડૂત મિત્રની આશા છે કે પાકણી બહુ સારી થશે અને અમને મોટો લાભ થશે
અષાઢ માસમાં જ વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડુતો ખુશખુશાલ થઈ ચોમાસુ પાકનું વાવેતર કરી રહ્યા છે. રાજ્યમાં 4 જુલાઈ સુધીમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયુ છે જેમાં 15 લાખ હેક્ટરમાં કપાસ, 10 લાખ હેક્ટરમાં મગફળી, અને સાડા ચાર લાખથી વધુ હેક્ટર જમીનમાં ધાન્ય અને કઠોળ પાકનું વાવેતર થયુ છે.હાલ ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઘરતીપુત્રોને વર્ષ સારુ જવાની આશા બંધાઈ છે.
ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ જણાવે છેકે બે વિઘા કપાસનું વાવેતર કર્યુ છે. અને તેમાંથી સારો પાક લઈ શકીએ એવી અમારી ભગવાન પાસે આશા છે .
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થતાં વાવેતર શરૂ
– 4 જુલાઈ સુધીમાં 30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર – 10 લાખ હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર – 15 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ક્પાસનું વાવેતર – 4.5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં અન્ય ધાન્ય તથા કઠોળ પાકોનુ વાવેતર
રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી સાર્વત્રિક મેઘ મહેર થતાં ખેડુતો ખુશ ખુશાલ છે અને આશા રાખી રહ્યા છે કે આ સિઝન સફળ રહેશે. હાલ રાજયમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ સારા વરસાદ પડવાની સાથે સારો પાક ઉતરશે તેવી આશા સેવી રહ્યા છે.