સરકાર ટૂંક સમયમાં MSP પર એક સમિતિની રચના કરશે, કૃષિ સચિવે આપી મહત્વપૂર્ણ માહિતી

કૃષિ સચિવ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને ઝીરો બજેટ કુદરતી ખેતીને પ્રોત્સાહન સહિત વિવિધ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર વિચાર માટે નજીકના ભવિષ્યમાં એક સમિતિની રચના કરવામાં આવશે.

સરકાર ટૂંક સમયમાં MSP પર એક સમિતિની રચના કરશે, કૃષિ સચિવે આપી મહત્વપૂર્ણ માહિતી
Committee On MSP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 10:28 AM

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં લઘુત્તમ ટેકાના ભાવ (Minimum support price) પર એક સમિતિની રચના કરશે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરતા, 19 નવેમ્બરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર MSPને વધુ અસરકારક બનાવવા માટે એક સમિતિની રચના કરશે.

આ સંદર્ભમાં માહિતી આપતાં કૃષિ સચિવ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવ અને ઝીરો બજેટ કુદરતી ખેતી(Zero Budget Natural Farming)ને પ્રોત્સાહન સહિત વિવિધ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર વિચારણા કરવા માટે નજીકના ભવિષ્યમાં એક સમિતિની રચના કરવામાં આવશે.

કૃષિ સચિવે (Secretary of Agriculture) મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે વડાપ્રધાને આની જાહેરાત કરી છે અને ઝીરો બજેટ કુદરતી ખેતીને એક અભિયાન તરીકે લેવામાં આવશે. ટૂંક સમયમાં નજીકના ભવિષ્યમાં તેની (સમિતિ) રચના કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અગ્રવાલ 14 ડિસેમ્બરથી ગુજરાતના આણંદમાં યોજાનાર કુદરતી ખેતી પર કેન્દ્રિત ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 ડિસેમ્બરે તેના સમાપન સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર (Chief Secretary of Gujarat Pankaj Kumar) પણ વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહ્યા હતા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટૂંક સમયમાં જ રચાયેલી સૂચિત સમિતિ દ્વારા પ્રાકૃતિક ખેતીના કયા પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે અને આ રાષ્ટ્રીય કાર્યક્રમના પરિણામો પર પણ વિચાર કરવામાં આવશે કે કેમ, સચિવે જણાવ્યું હતું કે આ પેનલની પદ્ધતિ હજુ નક્કી કરવામાં આવી નથી.

19 નવેમ્બરે પીએમ મોદીએ કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત કરી હતી

19 નવેમ્બરના રોજ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે સરકાર એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા તેમજ શૂન્ય બજેટ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટેના માર્ગો સૂચવવા માટે એક સમિતિની રચના કરશે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતોએ આ ત્રણ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર એક વર્ષથી સતત વિરોધ પ્રદર્શન કર્યું હતું.

29 નવેમ્બરના રોજ સંસદમાં આ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા, પરંતુ મડાગાંઠ યથાવત રહી હતી કારણ કે ખેડૂતોએ તેમની MSP પર કાયદેસર ગેરંટી, આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને તેમની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જેવી તેમની અન્ય માંગણીઓ ઉઠાવી હતી.

અન્ય માંગણીઓ પર સરકાર તરફથી ખાતરી માટે પૂછવામાં આવ્યું હતું. 11 ડિસેમ્બરે, વિરોધ કરી રહેલા ખેડૂતો તેમના આંદોલનને સ્થગિત કરવા અને સરકાર દ્વારા તેમની બાકીની માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યા પછી તેમના ઘરે પાછા ફરવા સંમત થયા હતા.

આ પણ વાંચો: Viral Video: આગના ગોળાથી આ વ્યક્તિ રમવા જઈ રહ્યો હતો ગોલ્ફ, પછી ભાગવું પડ્યું ભારે !

આ પણ વાંચો: Bangladeshi Arrested: BSFએ ભારતીય સરહદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 7 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">