AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FSSAI એ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સાથે કર્યા કરાર, ફૂડ ઉદ્યોગ સાહસિકો અને FPO ને થશે ફાયદો

FSSAI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે, આ ​​પગલું સૂક્ષ્મ ઉદ્યોગોને તેમના ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને સ્પર્ધાત્મક બનવામાં મદદ કરશે.

FSSAI એ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સાથે કર્યા કરાર, ફૂડ ઉદ્યોગ સાહસિકો અને FPO ને થશે ફાયદો
Farmers
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 2:04 PM
Share

ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ માઇક્રો લેવલના ફૂડ આંત્રપ્રિન્યોર્સ અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPOs) ને ટેકો આપવા માટે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.

તે સ્વ -સહાય જૂથો (SHGs) અને ઉત્પાદક સહકારી મંડળીઓને તેમના ખાદ્ય વ્યવસાયોના ધોરણો સુધારવા માટે ટેકો આપવાનું લક્ષ્ય ધરાવે છે. FSSAI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે, આ ​​પગલું સૂક્ષ્મ ઉદ્યોગોને તેમના ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને સ્પર્ધાત્મક બનવામાં મદદ કરશે.

લાઇસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવામાં મળશે મદદ

FSSAI અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય વચ્ચે સહકારના બે ક્ષેત્રો હશે – ફૂડ સેફ્ટી ટ્રેનિંગ અને માઇક્રો એન્ટરપ્રાઇઝનું રજિસ્ટ્રેશન. માઇક્રો-સ્કેલ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સના ફૂડ ઓપરેટરોને સ્વચ્છતા, ફૂડ ટેસ્ટિંગ પ્રક્રિયાઓની સમજ અને અન્ય નિયમનકારી જરૂરિયાતો અંગે તાલીમ આપવામાં આવશે. તાલીમની સફળ સમાપ્તિ પર, ફૂડ ઓપરેટરોને FSSAI દ્વારા ‘ફૂડ સેફ્ટી સુપરવાઇઝર’ સર્ટિફિકેટ આપવામાં આવશે. FSSAI અને મંત્રાલય ઉદ્યોગોને FSSAI લાયસન્સ અને નોંધણી મેળવવા માટે સહાય પૂરી પાડશે.

અન્ય નિર્ણયમાં, FSSAI એ 1 ઓક્ટોબરથી ફૂડ વેન્ડર્સને જારી કરેલા તમામ ઇનવોઈસ પર લાઇસન્સ નંબર લખવાના નિર્ણયને ટાળી દીધો છે અને હવે તેમાં લાયસન્સ નંબર લખવાની જરૂર નથી. તેને મુલતવી રાખવાનું કારણ વેપારીઓ દ્વારા તેનો સખત વિરોધ કરવાનો છે. વેપારીઓએ કહ્યું હતું કે તેનાથી સમસ્યા સર્જાશે. વેપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એ પણ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે FSSAI એ તેનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

વેપારીઓએ વિરોધ કર્યો

CAIT દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે FSSAI એ 8 જૂને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેના દ્વારા 1 ઓક્ટોબરથી ખાદ્ય પદાર્થોના વેચાણકર્તાઓએ તેમના દ્વારા જારી કરાયેલા તમામ ઇનવોઈસ પર લાઇસન્સ નંબર લખવો જરૂરી હતો.

CAIT એ કહ્યું છે કે દેશભરના વેપારીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે CAIT ના મહાનગર એકમ અને ઓલ ઇન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે FSSAI ના ચેરમેન અને FSSAI ના સીઇઓ અને મહારાષ્ટ્રના FDA કમિશનરને મળીને તેમને આ નિર્ણયની સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી. અને એક મેમોરેન્ડમ પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ખેડૂતોએ ઓકટોબર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન, તેની તાકાતથી દેશ સશક્ત બનશે : કેન્દ્રીય કૃષિ મંત્રી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">