ખેડૂતોએ ઓકટોબર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓકટોબર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Groundnut Crop

ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે મગફળી (Groundnut) અને દિવેલાના પાકમાં શું કરવું.

મગફળી

1. મગફળીમાં ગેરૂના રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનેઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

2. ઉધઈનાં નિયંત્રણ માટે ઉભા પાકમાં ઉ૫દ્રવ જણાય તો પિયત પાણી સાથે ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૨.૫ લિટર પ્રતિ હેકટરે આ૫વી.

3. મગફળીનો પાક પાકવાની અવસ્થાએ પીળો પડવા લાગે અને તેનો છોડ ઉપાડી મગફળીના ડોડવા હાથથી ફોલતા દાણા આછા ગુલાબી રંગના જણાય ત્યારે કાઢવી.

4. ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય તે માટે સમયસર કાપણી કરવી.

5. કાપણી પછી ૪ થી ૫ દિવસ સૂર્ય પ્રકાશમાં સુકવી ડોડવામાં ૭ થી ૮% ભેજ રહે ત્યાં સુધી સૂર્ય પ્રકાશમાં તપાવવા અને ઠંડા પડ્યા પછી જીવાત રહિત કોથળામાં ભરી, ભેજ વગરના પાકા કોઠારમાં વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કરવો.

દિવેલા

1. દિવેલાનો પિયત પાક ૭૦ દિવસનો થાય ત્યારે હેકટર દીઠ ૧૮.૭૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૪૧ કિલોગ્રામ યુરીયા અથવા ૯૪ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતરનો પુરક હપ્તો પૂરતા ભેજમાં હારની બાજુમાં મૂળ વિસ્તારમાં આપવો.

2. પિયત દિવેલાના પાકમાં માળ આવવાની શરૂઆત અને ડોડવાના વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તે માટે જમીનની પ્રત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસના ગાળે પિયત આપવા.

3. દિવેલાના પાકમાં આંતરખેડ, નિંદામણ કાર્ય કરવું.

4. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે સંકલિત પધ્ધતિ અપનાવવી.

તલ

1. અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ–૧ નું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન, તેની તાકાતથી દેશ સશક્ત બનશે : કેન્દ્રીય કૃષિ મંત્રી

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો આદેશ આપ્યો, દેશના કરોડો ખેડૂતોને મળશે લાભ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati