ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં મગફળી અને દિવેલાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
File Photo

ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં જ ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે મગફળી (Groundnut) અને દિવેલાના પાકમાં શું કરવું.

મગફળી

1. ટીક્કા માટે મગફળીનો પાક ૩૦-૩૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨ ટકા (૨૬ ગ્રામ દવા ૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડોઝીમ દવા ૦.૦૨૫ ટકાના (૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં), પ્રમાણે છાંટવી.

2. બીજો છંટકાવ પહેલા છંટકાવના ૧૨-૧૫ દિવસના અંતરે કરવો.

3. લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦,૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

4. મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિલી અથવા પ્રોપીકોનેઝોલ ૨૫ ઈ.સી. ૧૫ મિલી પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવો.

5. મગફળીમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

6. મગફળીના પાન ખાનાર ઈયળનાં નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા મીથોમાઈલ ૪૦ એસસી ૧૦ ગ્રામ ૧૦ લિટર અથવા રાયાનાક્ષિપાયર ૨-૩ મિ.લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

7. મોલો અને તડતડીયાં ઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ (ડાયમીથોએટ/ મિથાઇલ-ઓ-ડીમેટોન/ ફોસ્ફામિડોન/ ઇમિડાક્લોપ્રીડ/ થાયામેથોક્ષામ) નો છંટકાવ કરવો.

8. ફક્ત પાનના ટપકાના નિયંત્રણ માટે બજારમાં મળતી મિશ્ર દવાઓ ફલુકઝાપાયરોકઝેડ ૧૬૭ ગ્રામ લીટર + પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ/ લીટર એસ.સી. ૬ ગ્રામ અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૧૩૩ ગ્રામ/ લીટર+ ઇપોકઝિકોનાઝોલ પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

દિવેલા

1. ઘોડીયા ઇયળ નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૫-૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

2. દિવેલામાં લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે નાની ઈયળો માટે ક્વિનાલફોસ જયારે મોટી ઈયળો માટે કલોપાયરીફોસનો છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટની ખેતીથી થશે લાખોની કમાણી, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી અને કેટલો નફો મળશે ?

આ પણ વાંચો : સપ્ટેમ્બર માસમાં ખેડૂતોએ આ શાકભાજીની ખેતી કરવી જોઈએ, સારા ઉત્પાદનની સાથે મળશે વધારે નફો

Click on your DTH Provider to Add TV9 Gujarati