ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળ પાકોમાં કરવાના થતા ખેતી કાર્યો અને રોગ-જીવાત નિયંત્રણ માટેના ઉપાયોની માહિતી

|

Oct 12, 2021 | 11:11 AM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળ પાકોમાં કરવાના થતા ખેતી કાર્યો અને રોગ-જીવાત નિયંત્રણ માટેના ઉપાયોની માહિતી
Fruit Crops

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ જુદા-જુદા ફળ પાકોમાં (Fruit Crops) શું કરવું.

ચીકુ
1. ચીકુમાં બીજ કોરી ખાનારી જીવાતના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં પોલીટ્રીનસી-૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૧ર.પ મિ.લિ. અથવા લેમડા -સાયહેલોથ્રીન-૧૦ મિ.લિ. દવાનું ૧૦ લિટર પાણીમાં મિશ્રણ ર૦ થી રપ દિવસના અંતરે કરવાથી નિયંત્રણ થાય છે.
2. સુકારાના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ઝાડ ફરતેથી માટી દુર કરી ૨૦ દિવસના અંતરે ત્રણ વાર ૨૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા અને ૨૦૦ ગ્રામ યુરિયા ભેળવી રેડવું.
3. ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી.
4. ચોમાસામાં પાણી ભરવા દેવું નહી. નિતારનીકની વ્યવસ્થા કરવી.
5. ચીકુવાડીયામાં ઝાડ ફરતે સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્મા મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.

બોર
1. ચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (૨૫ માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

નાળીયેરી
1. નારીયેળીનાં વાવેતર માટે વાનફેર,લોટણ, ડી × ટી અને ટી × ડી જાતનું વાવેતર કરવું.
2. નાળિયેરીનાં પાકમાં આંતર પાક તરીકે કેળ, સૂરણ, હળદર જેવા પાકો વાવી શકાય.

આંબો
1. આંબામાં ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ ૨ ટકાના દ્રાવણના બે છંટકાવ કરવા.

લીંબુ
1. લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો.

આટલું યાદ રાખો
1. ચુસીયા પ્રકાર, ચાવીને ખાનાર, થડને કોરી ખાનાર, ફળ-ફુલને નુકશાન કરનાર, મૂળ ખાનાર જીવાતોને ઓળખીને તેનાં નિયંત્રણની દવા છાંટવી.
2. દવા સારી અને સરકારા માન્ય કંપનીની પસંદ કરવી.
3. ફૂગનાશક દવા સાથે જીવાત નિયંત્રણ મિશ્ર કરી છંટકાવ કરવો નહીં.
4. શાકભાજીનાં પાકમાં ૧૫ દિવસે ગૌમૂત્રને પાણી સાથે મિક્ષ કરી છંટકાવ કરવો.
5. કૃમિનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન દવા વાવેતર વખતે ઉપયોગ કરવો.
6. શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો.
7. કપાસ, ભીંડા અને રીંગણમાં મોલો-મશી, થ્રિપ્સ, સફેદ માખી, તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : શેરડીના પાકની સિંચાઈમાં પાણીની બચત કરવા માંગો છો ? તો આ મોબાઇલ એપ્લિકેશન મદદ કરશે

આ પણ વાંચો : આ યુવાન ટાટા કંપનીમાંથી એન્જિનિયરની નોકરી છોડી ખેડૂત બન્યો, ખેતીના વ્યવસાયથી કરે છે લાખોની કમાણી

Next Article