ખેડૂતોને ઘરે બેઠા મળશે ખેતી સંબંધિત તમામ માહિતી, રાજ્ય સરકારે શરૂ કરી ‘એગ્રીકલ્ચર AI ચેટબોટ’ એપ
આ AI ચેટબોટ એપમાં ખેડૂતોને અનેક સુવિધાઓ મળશે. ખેડૂતે આ કૃષિ એપમાં ટાઈપ કરવાની પણ જરૂર રહેશે નહીં. ખેડૂતો આ એપમાં બોલીને સરળતાથી તેમની સમસ્યાનું નિવારણ મેળવી શકે છે. દેશમાં એવા ખેડૂતો છે જેઓને લખતા અને વાંચતા આવડતું નથી. એપમાં ખેડૂતો માટે ઓડિયો દ્વારા સવાલ પૂછીને જવાબ મેળવવાની સુવિધા આપવામાં આવી છે.
ખેડૂતોને કૃષિને લગતી તમામ જાણકારી સમય પર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નવી નવી સર્વિસ શરૂ કરવામાં આવે છે. આ ક્રમમાં ઓડિશાના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોની મદદ માટે AI ચેટબોટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને કૃષિ સંબંધિત દરેક જાણકારી એક જ જગ્યા પર મળી રહે તે માટે આ સેવા શરૂ કરવામાં આવે છે.
સરકારી કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહીં
આ સર્વિસ શરૂ થયા બાદ ખેડૂતોને ખેતીની સમસ્યાઓના નિવારણ માટે વારંવાર સરકારી કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહીં. AI ચેટબોટ સર્વિસ માટે ખેડૂતોએ સ્માર્ટફોનમાં ‘Ama Krushi AI Chatbot’ એપ ઈન્સ્ટોલ કરવી પડશે. ચાલો આ કૃષિ એપ્લિકેશન વિશે વિગતવાર જાણીએ.
એપમાં પ્રશ્ન ટાઈપ કરવાની જરૂર રહેશે નહીં
રાજ્ય સરકારની આ AI ચેટબોટ એપમાં ખેડૂતોને અનેક સુવિધાઓ મળશે. ખેડૂતે આ કૃષિ એપમાં ટાઈપ કરવાની પણ જરૂર રહેશે નહીં. ખેડૂતો આ એપમાં બોલીને સરળતાથી તેમની સમસ્યાનું નિવારણ મેળવી શકે છે. દેશમાં એવા ખેડૂતો છે જેઓને લખતા અને વાંચતા આવડતું નથી. એપમાં અભણ ખેડૂતો માટે ઓડિયો દ્વારા સવાલ પૂછીને જવાબ મેળવવાની સુવિધા આપવામાં આવી છે.
ખેડૂતો સમસ્યાનું સમાધાન સરળતાથી મેળવી શકશે
આ એપ ઓડિશા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હોવાથી ખેડૂતો ઉડિયા ભાષામાં ટાઈપ કરીને અથવા બોલીને તેમની ખેતી સાથે સંકળાયેલી સમસ્યાઓનું સમાધાન સરળતાથી મેળવી શકશે. આ એપ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે, તેથી સમય અનુસાર તેમાં અપડેટ પણ થશે. ચેટબોટના ડેવલપરનું કહેવું છે કે, આ એપમાં ફોટો અપલોડની સુવિધા સાથે અન્ય ઘણી સર્વિસ પણ સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો : મશરૂમની ખેતી માટે મળશે સબસિડી, ખેડૂતોની આવકમાં થશે વધારો, જાણો યોજનાની તમામ વિગતો
AI ચેટબોટ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી
જે કોઈ ખેડૂતો AI ચેટબોટ એપની સુવિધા શરૂ કરવા માંગે છે, તો તેઓએ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ‘Ama Krushi AI Chatbot’ ડાઉનલોડ કરવી જોઈએ. તેમાં માંગવામાં આવેલી માહિતી ભર્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.