ખેડૂતોએ શેરડી અને કેળના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.
તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શેરડી અને નારીયેળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
શેરડીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. ભીંગડાવાળી અથવા ચિટકો જીવાતના નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મીલી ૧૦ લી. પાણીમાં મિશ્રણ કરી(કટકા)ને પાંચ મિનીટ બોળીને વાવેતર કરવું.
2. પાક પરિપકવ થયે કાપણી કરવી. પૂર્વ મોસમી વાવેતરમાં ખાલા પડેલ હોય તો એક આંખવાળા કાતળાથી ખાલા પુરવા.
3. શેરડીની રોપણી બાદ બે હાર વચ્ચે લસણનો અથવા ઘઉંનો આંતરપાક લેવો.
4. જમીનની પ્રત વૃધ્ધિને ધ્યાને લઈ ૭ થી ૧૨ દિવસના ગાળે પિયત આપવું.
5. નવસારી કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ શેરડી કો.એન. ૧૩૦૭૩ નું વાવેતર કરો.
6. નાઈટ્રોજન ખાતર ચાર હપ્તામાં (૩૭.૫ કી.ગ્રા. રોપણી વખતે તેમજ ૭૫ કિ.ગ્રા., ૫૦ કિ.ગ્રા. અને ૮૭.૫ કિ.ગ્રા. રોપણી બાદ ૧ – ૧ / ૫ થી ૨ મહિને, ૩ થી ૩ – ૧ / ૨ મહિને અને ૫ થી ૬ મહીને) આપવું જોઈએ.
આ પણ વાંચો : ડુંગળી અને લસણના પાકમાં ખેડૂતોને મળશે વધારે ઉત્પાદન, રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
કેળના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. કેળની લૂમ વિકસિત થઈ જાય પછી ૧૬ માઈક્રોનનાં પ્લાસ્ટીક (પારદર્શક કે ભૂરા કલર) અથવા નોનવુવન રીલ્મ ઢાંક્વાથી જીવાણું અને ફુગ ઘટાડી શકાય.
2. કેળમાં આંતર પાક તરીકે કોબીફલાવર વાવી શકાય.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી