અભણ ખેડૂતે 15 લાખ રૂપિયાની લોન લઈને શરૂ કરી દાડમની ખેતી, આવી રીતે કરી 80 લાખ રૂપિયાની કમાણી
પહેલા તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા હતા, પરંતુ તેમાં તેમને એટલી કમાણી ન હતી. ત્યારબાદ તેણે ખેતીની પદ્ધતિ બદલી અને બાગાયતી પાકોની ખેતી શરૂ કરી હતી. તે 2016થી દાડમની ખેતી કરે છે.
મોટાભાગના લોકો માને છે કે હવે ખેતીમાં વધારે નફો નથી થઈ શકતો. ખર્ચની સામે આવક ઘણી ઓછી થઈ ગઈ છે. ઘણી વખત ખેડૂતોને (Farmers) યોગ્ય ભાવ ન મળવાને કારણે નુકસાન વેઠવું પડે છે. પરંતુ જો મહેનત અને નવી ટેક્નોલોજીની સાથે ખેતી કરવામાં આવે તો જમીનમાં સોનું ઉગાવા લાગે છે. તેના માટે થોડી ધીરજ પણ રાખવી પડે છે. આજે આપણે રાજસ્થાનના એક ખેડૂત વિશે વાત કરીશું, જેમણે માત્ર ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી (Farmers Income) કરી રહ્યા છે.
2016થી દાડમની ખેતી કરે છે
અમે વાત કરી રહ્યા છીએ બાડમેર જિલ્લાના ભીમડા ગામના રહેવાસી જેઠારામ કોડેચાની. પહેલા તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા હતા, પરંતુ તેમાં તેમને એટલી કમાણી ન હતી. ત્યારબાદ તેણે ખેતીની પદ્ધતિ બદલી અને બાગાયતી પાકોની ખેતી શરૂ કરી હતી. તે 2016થી દાડમની ખેતી કરે છે. તેનાથી તેનું નસીબ બદલાઈ ગયું. તેમના ખેતરમાં ઉગાડવામાં આવતા દાડમને મહારાષ્ટ્ર, કોલકાતા અને બાંગ્લાદેશમાં સપ્લાય કરવામાં આવે છે.
1 વર્ષમાં લાખો રૂપિયાની કમાણી
વર્ષ 2016માં જેઠારામે 15 લાખ રૂપિયાની લોન લઈને સ્ટાર્ટઅપ તરીકે દાડમની ખેતી શરૂ કરી હતી. આ માટે તેમણે મહારાષ્ટ્રના નાસિકથી દાડમની અદ્યતન જાતના 4,000 રોપા મંગાવ્યા હતા. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી.
45 વીઘા જમીનમાં દાડમની ખેતી
જેઠારામ કોડેચા ભણેલા નથી. તેઓ અભણ ખેડૂત છે. તેમ છતાં તેણે મોટા ઉદ્યોગપતિઓને પાછળ છોડી દીધા છે. તેઓ તેમના ખેતરમાં ભગવા અને સિંદૂરી જેવી દાડમની સુધારેલી જાતોનું ઉત્પાદન કરે છે. જેઠારામે 45 વીઘા જમીનમાં દાડમની ખેતી કરી છે. એક છોડમાંથી 25 કિલો દાડમનું ઉત્પાદન થાય છે.
આ પણ વાંચો : Success Story: લોન લઈને શરૂ કરી બાગયતી પાકોની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી
દાડમ વેચીને 80 લાખ રૂપિયાની કમાણી કરી
જેઠારામના કહેવા પ્રમાણે, દાડમની ખેતી શરૂ કર્યાના એક વર્ષ પછી તેણે કમાણી કરવાનું શરૂ કર્યું. બીજા વર્ષે તેણે દાડમ વેચીને 7 લાખ રૂપિયાની કમાણી કરી. એ જ રીતે ત્રીજા વર્ષે તેણે 15 લાખ રૂપિયા, ચોથા વર્ષે 25 લાખ રૂપિયા, પાંચમાં વર્ષે દાડમમાંથી 35 લાખ રૂપિયાની કમાણી કરી. તેઓ કહે છે કે અત્યાર સુધીમાં દાડમ વેચીને 80 લાખ રૂપિયાની કમાણી કરી છે.