Onion Price: ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવતા ખેડૂતોમાં રોષ, સરકાર સામે આંદોલનની આપી ચીમકી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટામેટાની જેમ ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. 20-25 રૂપિયે કિલો મળતી ડુંગળી છૂટક બજારમાં 40-45 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર ડ્યૂટીમાં 40% નો વધારો કર્યો છે.

Onion Price: ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવતા ખેડૂતોમાં રોષ, સરકાર સામે આંદોલનની આપી ચીમકી
Onion Framing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 7:04 PM

કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવ (Onion Price) પર બ્રેક લગાવવાની તૈયારી કરી લીધી છે. આ માટે તે ઝડપથી નિર્ણયો લઈ રહી છે. સૌથી પહેલા ખુલ્લા બજારમાં બફર સ્ટોકમાંથી 3 લાખ ટન ડુંગળી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ડુંગળીની નિકાસ (Onion Export) પર 40% ડ્યુટી લાદવામાં આવી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયોને કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તેઓએ સરકાર સામે મોરચો ખોલ્યો છે.

ખેડૂતોએ સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપી

મહારાષ્ટ્રના ખેડૂતોએ સરકારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરી છે. જો તેમ કરવામાં નહીં આવે તો ખેડૂતોએ સરકાર સામે દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે. ડુંગળી ઉત્પાદક સંગઠનોએ કહ્યું કે, સરકારે આયાત ડ્યુટી લાગુ કરવા માટે લઘુત્તમ કિંમતની જાહેરાત કરવી જોઈએ. આ માટે હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટર્સ એસોસિએશન (HPEA) એ કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

HPEAએ કહ્યું છે કે 40% આયાત જકાત લાદવાથી ડુંગળીની નિકાસ પર મોટી અસર પડશે. તેના કારણે ડુંગળીની નિકાસમાં ઘટાડો થશે, જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થશે. આવી સ્થિતિમાં સરકારે ડુંગળીની લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

ડુંગળીની નિકાસ પર ડ્યૂટીમાં 40% નો વધારો

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટામેટાની જેમ ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. 20-25 રૂપિયે કિલો મળતી ડુંગળી છૂટક બજારમાં 40-45 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. તેનાથી સરકાર પર મોંઘવારી અંગે દબાણ વધ્યું છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર ડ્યૂટીમાં 40% નો વધારો કર્યો છે.

ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા

સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાની જાહેરાત કર્યા બાદ ભાવ થોડા નીચે આવ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. તેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રોષે ભરાયેલા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. બીજી તરફ કેન્દ્રના આ નિર્ણયના વિરોધમાં સોમવારે નાશિકના ડુંગળીના વેપારીઓએ મંડીઓમાં પોતાની દુકાનો બંધ રાખી હતી. ખેડૂતો રોષે ભરાયા અને તેમણે સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વોટ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Vegetable Price: આવતા મહિનાથી શાકભાજીના ભાવમાં થશે ઘટાડો, જાણો શું છે કારણ

ડુંગળીના કારણે ભાજપને કેન્દ્રમાં પણ સત્તા ગુમાવવી પડી હતી. ત્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. તે દરમિયાન ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. તેથી કોંગ્રેસે સામાન્ય ચૂંટણી દરમિયાન તેને મુદ્દો બનાવ્યો હતો, જેના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
g clip-path="url(#clip0_868_265)">