AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: લોન લઈને શરૂ કરી બાગયતી પાકોની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી

હવે ખેડૂતો કેરી, જામફળ, દાડમ, આમળા, સફરજન, નારંગી અને પપૈયા સહિત અનેક પ્રકારના ફળ પાકોની ખેતી કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. આજે આપણે એક એવા ખેડૂત વિશે વાત કરીશું જેણે બાગયતી પાકોની ખેતીમાં સફળતા મેળવી છે.

Success Story: લોન લઈને શરૂ કરી બાગયતી પાકોની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી
Papaya Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 5:10 PM
Share

લોકોને લાગે છે કે ખેડૂતો (Farmers) આજે પણ પહેલાની જેમ પરંપરાગત પાકની જ ખેતી કરે છે. પરંતુ હવે ખેડૂતો કેરી, જામફળ, દાડમ, આમળા, સફરજન, નારંગી અને પપૈયા સહિત અનેક પ્રકારના ફળ પાકોની (Fruit Crop) ખેતી કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતોની આવકમાં (Farmers Income) પણ વધારો થયો છે. ઘણા ખેડૂતો બાગાયતના કારણે ગરીબીમાંથી બહાર આવી ગયા છે અને સુખી જીવન જીવી રહ્યા છે. આજે આપણે એક એવા ખેડૂત વિશે વાત કરીશું જેણે બાગયતી પાકોની ખેતીમાં સફળતા મેળવી છે.

પહેલા કરતા 10 ગણી વધુ કમાણી કરી

અમે વાત કરી રહ્યા છીએ બિહારના બેગુસરાયની સાંખ પંચાયતના રહેવાસી પ્રભુ શર્માની. તેણે પોતાની મહેનતથી લોકો સમક્ષ એક ઉદાહરણ આપ્યું છે. પપૈયા અને લીલા શાકભાજીની ખેતીમાંથી તે પહેલા કરતા 10 ગણી વધુ કમાણી કરી રહ્યો છે. તે હવે જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો તરીકે ગણાય છે.

પ્રભુ શર્મા કહે છે કે પહેલા તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા હતા. આ કારણે તેને એટલી સારી આવક મળતી ન હતી. તેથી તેણે બાગાયતી ખેતીમાં હાથ અજમાવવાનું વિચાર્યું. તેણે પાડોશીઓ પાસેથી લોન લઈને બાગકામ શરૂ કર્યું.

ખર્ચ કરતા વધારે કમાણી

તે પપૈયા અને ભીંડા તેમજ રીંગણ સહિતના લીલા શાકભાજીની ખેતી કરે છે. તેમના કહેવા પ્રમાણે, તેમને એક વીઘામાં ખેતી કરવા માટે 40 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. પરંતુ કમાણી અનેક ગણી છે. પ્રભુ શર્મા કહે છે કે બાગાયતી ખેતીમાં ઘણો નફો છે, પરંતુ તે જોખમી વ્યવસાય છે. શાકભાજી અને પપૈયાના છોડમાં ક્યારેક રોગો પણ આવે છે. પરંતુ, જંતુનાશકોનો યોગ્ય રીતે છંટકાવ કરીને આ તેનાથી બચી શકાય છે.

આ પણ વાંચો : Onion Price: ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવતા ખેડૂતોમાં રોષ, સરકાર સામે આંદોલનની આપી ચીમકી

2 લાખથી વધુની કરે છે કમાણી

પ્રભુ શર્માએ જણાવ્યું કે તે એક વર્ષમાં પપૈયા વેચીને 1.80 લાખ રૂપિયા કમાય છે. તેવી જ રીતે, તે શાકભાજી વેચીને 40,000 રૂપિયા કમાય છે. એટલે કે તેઓ માત્ર એક વીઘા જમીનમાં ખેતી કરીને 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યાં છે. હવે અન્ય ખેડૂતો પણ પ્રભુ શર્મા પાસેથી ખેતીની માહિતી મેળવી રહ્યા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">