AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ દ્વારકા : પ્રાકૃતિક કૃષિ અપનાવી રૂપિયા 60 લાખથી વધુ આવક મેળવતા સિધ્ધપુર ગામના ધરતીપુત્રો

ચાલુ વર્ષે દિનેશભાઈ 200 મણથી વધારે મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાલમાં તેમના ખેતરમાં 3 વિઘા જમીનમાં ચણા, 3 વિઘામાં કલોંજી અને 3 વિઘામાં અજમો અને એકાદ વિઘા જમીનમાં તેમણે સુર્યમૂખી અને રાયનું વાવેતર પણ કરેલું છે.

દેવભૂમિ દ્વારકા : પ્રાકૃતિક કૃષિ અપનાવી રૂપિયા 60 લાખથી વધુ આવક મેળવતા સિધ્ધપુર ગામના ધરતીપુત્રો
Farmer (File Photo)
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:04 PM
Share

गावो विश्वस्य मातरः ઋગ્વેદના આ શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ માના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે, જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.

કૃષિએ ભારત દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે, પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવજાત પર સૌથી મોટા આર્શીવાદ આપ્યા છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ભારતના ખેડુતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે, તેમણે આત્મનિર્ભર ભારતની પહેલ કરી છે તેવા સમયે આત્મનિર્ભર કૃષિમાં સહભાગી બનવા આજની આ યુવા પેઢી રોજગારવાંચ્છુની જગ્યાએ રોજગારદાતા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યી છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતા પણ આજના યુવાનો કંપની કે સંસ્થાઓમાં નોકરી કરવા કરતા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આત્મનિર્ભર બની આગળ આવી રહ્યાં છે. આવા યુવાનોના પ્રતિક સમાન એક યુવાન એટલે દેવભૂમિ દ્વારકાના સિધ્ધપુર ગામના વતની દિનેશભાઈ પરમાર.

સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા રાજકોટના ઉદ્યોગપતિ મનસુખભાઈ સુવાગીયા સાથે દિનેશભાઈના પિતા લાલજીભાઈની પંદર એક વર્ષ પહેલા મુલાકાત થઈ અને તે મુલાકાત તેમના માટે પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા બની જેના પરિણામે વર્ષ 2007થી જ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. Bachelor of Engineering in Mechanical સુધીનો અભ્યાસ કરી અભ્યાસઅર્થે વિવિધ કંપનીઓની વિઝીટ કરતા લાલાજીભાઈના 26 વર્ષીય પુત્ર દિનેશભાઈને પણ મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને તેમને माता भूमि, गोस्तु मात्रा न विदयते ! ને જીવન મંત્ર સ્વરૂપે સ્વીકારી પ્રાકૃતિક ખેતી અપનાવી એક નવા કૃષિ અધ્યાયનો પ્રારંભ કર્યો.

પ્રાકૃતિક કૃષિના વિચારો અપનાવી દિનેશભાઈએ પોતાની પાસે રહેલી 10 વિઘા જમાનમાં રાજ્ય સરકારના આત્મા અને બાગાયત વિભાગની ગાય આધારીત ખેતી માટેની યોજનાનો લાભ મેળવી 5 ગાયો અને મંડપ ઉપર વેલાવાળા શાકભાજી તથા સાધન સહાય અંતર્ગત સબસીડી મેળવી ટ્રેક્ટરની ખરીદી કરી વર્ષ 2017માં જ આરંભ્યો પ્રાકૃતિક કૃષિ યજ્ઞ.

દિનેશભાઈ જણાવે છે કે, તેઓ પોતાની જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, અજમો, રાય, તલ, મગ, કલોંજી, સુર્યમૂખીનું વાવેતર કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપરાંત દોઢ-બે કિ.ગ્રા. ગોળ અને તેટલો જ કઠોળના લોટ તથા દસએક કડવી વનસ્પિતના પાવડરનો ઉપયોગ કરી જંતુનાશક દ્રાવણ બનાવી તેને પીયત સાથે મિશ્રણ કરે છે, જેના પરિણામે પાક રોગનો ભોગ બનતો નથી અને પાકમાં જીવાત પણ પડતી નથી. આમ વર્ષ 2017થી તેઓ સતત વાર્ષિક રૂપિયા ૪ લાખથી વધુની આવક મેળવે છે, અને અત્યાર સુધીમાં તેમને પ્રાકૃતિક ખેતી અપનાવી છેલ્લા પંદર વર્ષમાં રૂપિયા 60 લાખથી વધુની આવક મેળવી છે.

ચાલુ વર્ષે દિનેશભાઈ 200 મણથી વધારે મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાલમાં તેમના ખેતરમાં 3 વિઘા જમીનમાં ચણા, 3 વિઘામાં કલોંજી અને 3 વિઘામાં અજમો અને એકાદ વિઘા જમીનમાં તેમણે સુર્યમૂખી અને રાયનું વાવેતર પણ કરેલું છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી તેઓ વિઘાદીઠ અંદાજીત 20 મણથી વધારે ચણા, 36થી વધારે કલોંજી અને 30 મણથી વધારે અજમાનું ઉત્પાદન મળીને કુલ 400 મણથી વધુ વાર્ષિક ઉત્પાદન અને રૂપિયા 4.50 લાખથી વધુની વાર્ષિક આવક મેળવશે જ્યારે ચાલુ વર્ષે તેમને ખેતી પાછળ અંદાજીત એકાદ લાખ જેટલો ખર્ચ થયેલ છે.

પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી 75 ટકા ઉત્પાદીત મગફળીનું સિંગતેલ, 20 ટકા મગફળીના સિંગદાણાના પેકેટ અને 5 ટકા મગફળીમાંથી પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, અજમો અને રાયના પેકેટ બનાવી પોતાના નિશ્ચિત ગ્રાહકોને પોતાના ભાવે હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી. ભારતીય કૃષિને વાતાવરણની સંભવિત પ્રતિકુળ પરિસ્થિતિથી બચાવવા માંગતા હોઈએ તો આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે.

કૃત્રિમ રાસાયણિક ખાતર અને દવાઓની ઉપયોગીતામાંથી બહાર આવી પ્રાકૃતિક ઢબે ખેતી અપનાવી કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નાવિન્યતા લાવી ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી અન્ય ખેડુતોને પણ પ્રેરણા આપનાર દેવભૂમિના આ યુવાન ખેડુત દિનેશભાઈના પિતા લાલજીભાઈને વર્ષ 2007, વર્ષ 2008 અને વર્ષ 2013માં જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા એવોર્ડ, વર્ષ 2011માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સીનું પ્રમાણપત્ર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એનીમલ હસબન્ડ્રી, ઈનોવેશન ફાર્મર એવોર્ડ-2011 અને કૃષિ મહોત્સવ 2015માં રાજ્યકક્ષાનો એવોર્ડ તથા વર્ષ 2014-15માં રાજ્યકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

આમ, નહીવત ખર્ચે બમણી આવક મેળવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર કૃષિ થકી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બની રહ્યાં છે.

આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

આ પણ વાંચો : મહેસાણા APMCની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ, ભાજપના તમામ 10 સભ્યો વિજેતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">