મહેસાણા APMCની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ, ભાજપના તમામ 10 સભ્યો વિજેતા

મહેસાણા માર્કેટયાર્ડની કુલ 16 બેઠકોમાંથી ખરીદ વેચાણની બે બેઠકો અને વેપારી વિભાગની કુલ 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઇ હતી ત્યારે ભાજપના જ બે બળવાખોરના કારણે ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 3:09 PM

મહેસાણા (Mehsana)ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 10 બેઠકો પર 11 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોત. મતદાન  બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સત્તાધારી ભાજપનો વિજય થયો છે અને બળવાખોર બે ઉમેદવારોને કારમે પરાજય થયો છે.

મહેસાણા માર્કેટયાર્ડની કુલ 16 બેઠકોમાંથી ખરીદ-વેચાણની બે બેઠકો અને વેપારી વિભાગની કુલ 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઇ હતી ત્યારે ભાજપના જ બે બળવાખોરના કારણે ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ વાળા તમામ 10 ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થયા છે. તો બળવાખોર બે ઉમેદવારનો કારમો પરાજય થતા જિલ્લા ભાજપે તમામ વિજેતા ઉમેદવારોને શુભકામના સાથે ખુશી વ્યક્ત કરી હતી

ભાજપ શાસિત મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણી (APMC Election)યોજાઈ હતી જેમાં ભાજપે ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાના વરિષ્ઠ આગેવાન ચેરમેન અને વા.ચેરમેનના પત્તા કાપ્યા હતા. આથી આ ચુંટણી મહત્ત્વની ગણાઈ રહી હતી.

મહેસાણા APMCની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો 31 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેચી લેવાની તારીખ હતી. હવે આજે મહેસાણા APMC માટે મતદાન યોજાશે અને 12 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, “આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ”

આ પણ વાંચોઃ અમદાવાદની સૌથી મોટી બેડમિન્ટન એકેડમીનું લોકાર્પણ, રાજય સરકાર સ્પોર્ટસ પોલિસી જાહેર કરશે : હર્ષ સંઘવી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">