Bottle Gourd Farming: ખેડૂતો માટે દુધીની ખેતી ફાયદાકારક રહેશે, ખર્ચ કરતાં થઈ શકે છે 5 ગણો નફો

દુધીની ખેતી આમ તો દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેના માટે જમીનનું pH લેવલ 6 થી 7 ની વચ્ચે સારૂ માનવામાં આવે છે. દુધીની ખેતી માટે ખેતરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. અર્કા શ્રેયસ, અર્કા બહાર, અર્કા નૂતન અને કાશી કુંડલ જેવી દુધીની ઘણી જાતો છે.

Bottle Gourd Farming: ખેડૂતો માટે દુધીની ખેતી ફાયદાકારક રહેશે, ખર્ચ કરતાં થઈ શકે છે 5 ગણો નફો
Bottle gourd farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:52 PM

દેશમાં ચોમાસાની (Monsoon) શરૂઆત થતા જ હાલ ખરીફ સિઝન ચાલી રહી છે. જુદા-જુદા રાજ્યના ખેડૂતોએ (Farmers) પોતપોતાના પ્રદેશ અને જમીન અનુસાર ખરીફ પાકોની વાવણી કરી છે. ખેડૂતો અનાજ અને રોકડીયા પાકોની સાથે લીલા શાકભાજીની ખેતી પણ કરતા હોય છે. બિહાર, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણામાં ખેડૂતો ધાન્ય પાકોની સાથે બાગાયતી પાકમાં પણ રસ લઈ રહ્યા છે.

દુધીનો ભાવ 20 થી 40 રૂપિયા પ્રતિ કિલો હોય છે

જો બટાકાના ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ પ્રથમ છે તેવી જ રીતે ભીંડાના ઉત્પાદનમાં બિહાર આગળ છે. આમ દેશમાં ખેડૂતો અલગ-અલગ પ્રકારની શાકભાજીની ખેતી કરી રહ્યા છે. લીલા શાકભાજીમાં જો દુધીની વાત આવે તો તે બજારમાં સરળતાથી ઉપલાબ્ધ થઈ જાય છે. દુધીનો ભાવ 20 થી 40 રૂપિયા પ્રતિ કિલો હોય છે.

દુધીમાં ઔષધીય ગુણો જેવા કે વિટામિન સી, પ્રોટીન, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ હોય છે. તેનાથી એસિડિટી અને ગેસથી રાહત મળે છે. દુધીની પ્રકૃતિ ઠંડી હોવાથી તે પેટને ઠંડુ રાખે છે. આવા અનેક સ્વાસ્થ્ય ફાયદાના કારણે દુધીની બજારમાં હંમેશા માગ રહે છે. આથી જ ખેડૂતો દુધીની ખેતી કરી સારી આવક મેળવી શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ખેડૂતો 1 વર્ષ દરમિયાન દુધીની 3 વખત ખેતી કરી શકે છે

દુધીની ખેતી આમ તો દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે, પરંતુ ભરભરી જમીન વધુ માફક આવે છે. તેના માટે જમીનનું pH લેવલ 6 થી 7 ની વચ્ચે સારૂ માનવામાં આવે છે. દુધીની ખેતી માટે ખેતરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. અર્કા શ્રેયસ, અર્કા બહાર, અર્કા નૂતન અને કાશી કુંડલ જેવી દુધીની ઘણી જાતો છે. ખેડૂતો તેમાંથી યોગ્ય જાતની પસંદગી કરી ખેતી કરી શકે છે. ખેડૂતો 1 વર્ષ દરમિયાન 3 વખત ખેતી કરી શકે છે. જો ખરીફની વાત કરવામાં આવે તો ખેડૂતો જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવેતર કરી શકે છે.

આ પણ વાંચો : Paddy Farming: ખેડૂત ભાઈઓએ ડાંગરની રોપણી કરતા પહેલા અપનાવો આ નુસખા, બમ્પર ઉપજ મળશે

1 એકરમાંથી એક લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે

દુધીની વાવણી કર્યા પછી 2 મહિના બાદ તેનું ઉત્પાદન શરૂ થાય છે. દુધીની લણણી વખતે હંમેશા દાંડી સાથે જ તોડવી જોઈએ, જેથી કરીને લાંબા સમય સુધી દુધી તાજી રહે છે. ખેડૂતો 1 એકરમાં દુધીન ખેતી કરે છે તો અંદાજે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. બે માસ બાદ દુધીનું લગભગ 70 થી 90 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળે છે. ઉપરોક્ત મૂજબ ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">