કેળાની ખેતી કરતા ખેડૂતો સાવધાન ! કેળના પાન પર આવા નિશાન જોવા મળે તો રોગના નિયંત્રણ માટે કરો આ ઉપાય
ડૉ. એસ.કે. સિંહના જણાવ્યા અનુસાર, વિશ્વના ઘણા દેશોમાં બ્લેક સિગાટોકા કેળામાં થતો મોટો રોગ છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત પાંદડા મરી જાય છે અને ફળની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
બ્લેક સિગાટોકા (Black Sigatoka) એ કેળાના પાન પર થતા લીફ સ્પોટ (Leaf Spot) રોગ છે. તે વિશ્વના ઘણા દેશોમાં કેળાનો એક મહત્વપૂર્ણ રોગ છે. આ રોગ ભારતના તમામ કેળા ઉત્પાદક વિસ્તારોમાં મુખ્ય રીતે જોવા મળે છે. આ રોગથી ગંભીર રીતે ચેપગ્રસ્ત પાંદડા મરી શકે છે. તેનાથી અસરગ્રસ્ત છોડમાં ફળની ઉપજમાં તીવ્ર ઘટાડો થાય છે. ઉપરાંત તે ફળોના અકાળે પાકવાનું કારણ બની શકે છે. આ રોગ બે પ્રકારનો છે, બ્લેક સિગાટોકા અને યલો સિગાટોકા.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પુસા, સમસ્તીપુર બિહારના પ્રોફેસર કમ ચીફ સાયન્ટિસ્ટ (પ્લાન્ટ પેથોલોજી) એસોસિયેટ ડાયરેક્ટર રિસર્ચ ડૉ. એસ.કે. સિંહ TV9 દ્વારા ખેડૂતોને કેળાના આ રોગની સારવાર વિશે જણાવી રહ્યા છે.
ડૉ. એસ.કે. સિંહના જણાવ્યા અનુસાર, વિશ્વના ઘણા દેશોમાં બ્લેક સિગાટોકા કેળામાં (Banana Farming) થતો મોટો રોગ છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત પાંદડા મરી જાય છે અને ફળની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બ્લેક સિગાટોકા એ કેળાના પર્ણસમૂહનો રોગ છે જે સ્યુડોસેર્કોસ્પોરા ફિજીએન્સિસ ફૂગને કારણે થાય છે. તેને બ્લેક લીફ સ્ટ્રીક (BLS) રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક સિગાટોકા તમામ મોટા કેળા ઉત્પાદક દેશોમાં જોવા મળે છે.
બ્લેક સિગાટોકા રોગના લક્ષણો રોગના લક્ષણોમાં પાંદડા પર નાના લાલ-ભૂરા રંગના ડાઘા જોવા મળે છે, જે પાંદડાની નીચેની બાજુએ સૌથી વધુ હોય છે. તે ધીમે ધીમે લાલ-ભૂરા રંગના પટ્ટાઓ બની જાય છે. પ્રારંભિક પટ્ટાઓ પાંદડાની નસો સાથે સમાંતર ચાલે છે અને પાંદડાની નીચેની બાજુએ વધુ સ્પષ્ટ હોય છે. પટ્ટાઓ પહોળા થાય છે અને બંને પાંદડાની સપાટી પર દેખાય છે. આ તબક્કે પાનના ધારની આસપાસ પીળી આભા વિકસે છે.
સિગાટોકા રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? આ રોગથી ગંભીર રીતે અસરગ્રસ્ત કેળાના પાંદડાને કાપીને કાઢી નાખવા જોઈએ અને સળગાવીને અથવા જમીનમાં દાટીને તેનો નાશ કરવો જોઈએ. પેટ્રોલિયમ-આધારિત ખનિજ તેલનો છંટકાવ કરો જેમાં ફૂગનાશક હોય. જેમ કે પ્રોપીકોનાઝોલ (0.1%) અથવા કાર્બેન્ડાઝીમ + મેન્કોઝેબ કોમ્બિનેશન (0.1%) અથવા કાર્બેન્ડાઝીમ (0.1%) અથવા ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ (1.5 g/L) નો 25થી 30 દિવસના સમયગાળા દરમિયાન 5-7 વખત છંટાકાવ કરો. આમ કરવાથી રોગને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે અને ઉપજમાં 20 થી 25 ટકાનો વધારો થાય છે.
આ પણ વાંચો : Mandi: અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8675 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો : જાણો ખેડૂતોની MSPની માગ કેટલી વ્યાજબી? તેનાથી સરકારી તિજોરી પર કેટલો બોજ આવશે ?