AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg cultivation: કુદરતી પદ્ધતિથી જાયફળની ખેતી કરવાથી મળી શકે છે બમણી આવક

આજકાલ રોકડિયા પાકની ખેતીમાંથી ખેડૂતો નફો મેળવીને સમૃદ્ધ બની રહ્યા છે. જાયફળ એ સદાબહાર છોડ છે. કુદરતી પદ્ધતિથી જાયફળની ખેતી કરવાથી ઘણા ફાયદા થાય છે. આજે આ સમગ્ર પદ્ધતિ અને કઈ રીતે ખેતી કરવી તેની તરફ એક નજર કરીયે.

Nutmeg cultivation: કુદરતી પદ્ધતિથી જાયફળની ખેતી કરવાથી મળી શકે છે બમણી આવક
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 11:48 PM
Share

ભારતમાં તમામ પ્રકારના પાકની ખેતી કરવામાં આવે છે. ખેતીના આ બદલાતા યુગમાં ખેડૂતો હવે રોકડિયા પાકની ખેતી તરફ વધુ ઝુકાવ રાખી રહ્યા છે. આ રોકડિયા પાકની ખેતીમાંથી ખેડૂતો નફો મેળવીને સમૃદ્ધ બની રહ્યા છે. આજે અમે તમને એવા જ એક પાક, જાયફળની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે માત્ર રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવે છે. હાલના સમયમાં ખેડૂતો કુદરતી રીતે ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે.

ખેતી પદ્ધતિ

માટી

નિષ્ણાતોના મતે , રેતાળ લોમ અને લાલ લેટેરાઇટ માટી જાયફળ માટે સૌથી યોગ્ય છે. તેનું pH મૂલ્ય 5 થી 6 ની વચ્ચે હોવું જોઈએ. તેના બીજ વાવવા પહેલા ઊંડી ખેડાણ કરવી જરૂરી છે.

વાતાવરણ

જાયફળ એ સદાબહાર છોડ છે. તેની વાવણી માટે, 22 થી 25 ડિગ્રી તાપમાન જરૂરી છે. ભારે ગરમી ધરાવતા વિસ્તારોમાં તેની ખેતી કરી શકાતી નથી. જાયફળના બીજ અંકુરિત થવામાં અસમર્થ હોય છે.

વાવણી વિસ્તાર ને કરો તૈયાર

બીજ વાવ્યા પછી ખેતરમાં સારી રીતે પિયત આપવું. આ માટે ખેતરમાં ખાડાઓ તૈયાર કરવામાં આવે છે. ખેતરની માટી ફેરવવા માટે હળ વડે ઊંડી ખેડાણ કરવી. 4 થી 6 દિવસ પછી, ખેતરમાં 3 થી 4 વખત ખેડાણ કરો.

જૈવિક ખાતરોનો ઉપયોગ

જાયફળના છોડની વાવણી કર્યા પછી, નિયમિત અંતરે ખેતરોમાં ખાતર નાખવું જોઈએ. ગૌમૂત્ર અને બાવિસ્ટીનનું મિશ્રણ ખેતરમાં નાખવું જોઈએ. જાયફળના રોપાઓ તૈયાર કરવા માટે ઓર્ગેનિક ખાતર , ગાયના છાણ અને સડેલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ .

આ પણ વાંચો : આ છે દુનિયાનું સૌથી મોંઘું તરબૂચ, કિંમત એટલી કે એક તરબૂચમાં 7 તોલા સોનું આવી જાય

ઉપજ

જાયફળનું ઉત્પાદન 4 થી 6 વર્ષ પછી શરૂ થાય છે. તેનો સાચો ફાયદો 15 થી 18 વર્ષ પછી મળવા લાગે છે. તેના છોડ જૂન અને ઓગસ્ટ વચ્ચે ફળ આપે છે. પાક્યા પછી તેનો રંગ પીળો થઈ જાય છે. આ પછી જાયફળનું બહારનું આવરણ ફાટીને બહાર આવે છે. હવે તમારે તેની લણણી કરવાની રહેશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">