AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રનો મોટો નિર્ણય, આ દિવસથી સસ્તો થશે લોટ, જાણો કેટલો ઘટાડો થશે ભાવ

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટના ડેટા અનુસાર, એક વર્ષ અગાઉ નોંધાયેલા રૂ. 31.14 પ્રતિ કિલો લોટની (Wheat flour)અખિલ ભારતીય દૈનિક સરેરાશ છૂટક કિંમત ગુરુવારે રૂ. 38.1 પ્રતિ કિલો હતી.

કેન્દ્રનો મોટો નિર્ણય, આ દિવસથી સસ્તો થશે લોટ, જાણો કેટલો ઘટાડો થશે ભાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 11:09 AM
Share

ઘઉં અને લોટની વધતી કિંમતો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે પોતે જ લોટ વેચવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે સરકાર ‘ભારત અટ્ટા’ નામથી લોટ વેચશે, જેની કિંમત 29.5 રૂપિયા પ્રતિ કિલો હશે. તે જ સમયે, આ સમાચારથી સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. ખેતીના સમાચાર અહીં વાંચો.

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ભંડાર અને નાફેડ જેવી સહકારી મંડળીઓ 29.5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લોટ વેચશે. ગ્રાહકો આ દરે માત્ર સરકારી આઉટલેટ પરથી જ લોટ ખરીદી શકે છે. ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીથી આ દરે લોટનું વેચાણ શરૂ કરશે. વાસ્તવમાં દેશમાં લોટની કિંમત 38 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. આવી સ્થિતિમાં સરકારના આ પગલાથી સામાન્ય જનતાને ઘણો ફાયદો થશે.

30 લાખ મેટ્રિક ટન ઘઉં ઉતારવાની જાહેરાત કરી છે

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટના ડેટા અનુસાર, એક વર્ષ અગાઉ નોંધાયેલા રૂ. 31.14 પ્રતિ કિલો લોટની અખિલ ભારતીય દૈનિક સરેરાશ છૂટક કિંમત ગુરુવારે રૂ. 38.1 પ્રતિ કિલો હતી. તે જ સમયે, કિંમતો ઘટાડવા માટે, સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) દ્વારા ખુલ્લા બજારમાં 30 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉં ઉતારવાની જાહેરાત કરી છે.

ગ્રાહકોને રૂ. 29.5 પ્રતિ કિલોના ભાવે વેચશે

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ સચિવ સંજીવ ચોપરાએ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), કેન્દ્રીય ભંડાર, NAFED અને NCCF સાથે બેઠક યોજી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ સંસ્થાઓ FCI ડેપોમાંથી 3 LMT ઘઉં ઉપાડશે. ઉપરાંત, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘઉંને લોટમાં રૂપાંતરિત કર્યા પછી, તેઓ તેને વિવિધ રિટેલ આઉટલેટ્સ, મોબાઈલ વાન વગેરે દ્વારા ગ્રાહકોને 29.5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચશે.

આ સાથે, બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશ નિગમો, સહકારી મંડળીઓ, ફેડરેશનો અથવા સ્વ-સહાય જૂથોને પણ ઘઉંનો લોટ પ્રતિ કિલો રૂ.29.5ના ભાવે વેચવા માટે કેન્દ્ર પાસેથી રૂ.23.5 પ્રતિ કિલો મળશે. FCIએ પ્રથમ ઈ-ઓક્શનમાં 8.88 LMT ઘઉંનું વેચાણ કર્યું છે, એમ મંત્રાલયે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું.

મંત્રીઓના જૂથની બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈ-ઓક્શન દ્વારા ઘઉંના લોટનું વેચાણ માર્ચના બીજા સપ્તાહ સુધી દર બુધવારે દેશભરમાં ચાલુ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે મહિનાની અંદર OMSS (D) યોજના દ્વારા બજારમાં 30 LMT ઘઉં વેચવામાં આવશે. તેની વ્યાપક પહોંચ સાથે, ઘઉં અને લોટના વધતા ભાવ પર તાત્કાલિક અસર પડશે. ગયા અઠવાડિયે, સરકારે કેન્દ્રીય પૂલ સ્ટોકમાંથી 30 LMT ઘઉં બજારમાં લાવવાનો નિર્ણય લીધો હતો. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રી જૂથની બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

(ઇનપુટ-ભાષાંતર)

g clip-path="url(#clip0_868_265)">