કૃષિ મંત્રાલય ખેડૂતોને સશક્ત બનાવવા માટે કરી રહ્યું છે માઈક્રોસોફ્ટ સાથે કામ, જે ખેડૂતોની આવક વધારવામાં પણ કરશે મદદ

કૃષિ મંત્રાલયનું કહેવું છે કે ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમ બનાવવાની જરૂર છે. આ કૃષિ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરશે.

કૃષિ મંત્રાલય ખેડૂતોને સશક્ત બનાવવા માટે કરી રહ્યું છે માઈક્રોસોફ્ટ સાથે કામ, જે ખેડૂતોની આવક વધારવામાં પણ કરશે મદદ
Agriculture Ministry working with MicrosoftImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 1:31 PM

કૃષિ મંત્રાલય (Agriculture Ministry) દેશના ખેડૂતો (Farmers)ને સશક્ત બનાવવા અને કૃષિ વ્યવસાયને સુધારવા માટે વિશાળ ટેક કંપની માઈક્રોસોફ્ટ સાથે કામ કરી રહ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમ બનાવવાની જરૂર છે. આ કૃષિ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરશે. મંત્રાલયે કહ્યું કે જો માઈક્રોસોફ્ટ સાથે ચાલી રહેલ કામ પૂર્ણ થશે તો ખેડૂતોની આવકમાં વધારો થશે અને કૃષિ ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારો થશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કહ્યું કે ‘અમે ઈન્ડિયા ડિજિટલ ઈકોસિસ્ટમ ઓફ એગ્રીકલ્ચર (IDEA) રિપોર્ટ લઈને આવી રહ્યા છીએ, જે વિભાગના ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયે ખેડૂતો અને તેમના કૃષિ વ્યવસાયની સુધારણા માટે કામ કરવા માટે માઈક્રોસોફ્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. શરૂઆતમાં સમગ્ર દેશમાં 100 ગામોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં માઈક્રોસોફ્ટ ખેડૂતોને સશક્ત કરવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને કૃષિ ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે કામ કરી રહી છે.’

ટેક્નોલોજી દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે

મંત્રાલયે જણાવ્યું હતું કે ઈન્ડિયા ડિજિટલ ઈકોસિસ્ટમ ઓફ એગ્રીકલ્ચર (IDEA) રિપોર્ટના આધારે વિભાગ દેશમાં એગ્રીસ્ટેકની સ્થાપના માટે રોડમેપને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. તે દેશના ખેડૂતોની આવક વધારવા અને કાર્યક્ષમતા વધારવા માટે અસરકારક રીતે યોગદાન આપવામાં મદદ કરશે. રિપોર્ટ આવ્યા પછી એક એવી મિકેનિઝમ બનાવવામાં આવશે, જે ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને લગતી સમસ્યાઓનો ઉકેલ આપશે અને આ દિશામાં મજબૂત પાયા તરીકે કામ કરશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સરકારે તાજેતરમાં કેટલીક અગ્રણી ટેક્નોલોજી, એગ્રી-ટેક અને સ્ટાર્ટઅપ્સની ઓળખ કરી હતી. તેઓને મંત્રાલય સાથે સહયોગ કરવા અને પસંદગીના જિલ્લાઓ અને ગામડાઓના ડેટાના આધારે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (PoC) વિકસાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. માઈક્રોસોફ્ટ સાથે મળીને કૃષિ મંત્રાલય ખેડૂતોના રેકોર્ડનું ડિજિટાઈઝેશન પણ કરી રહ્યું છે.

મંત્રાલયે આ સંદર્ભમાં કહ્યું હતું કે કરોડો ખેડૂતોના ડેટાને ડિજિટલ કરવામાં આવી રહ્યા છે. આનાથી ખેતીમાં સુધારો કરવામાં મદદ મળશે. ખેડૂતોને વન સ્ટેપ સોલ્યુશન આપવા માટે રસ્તાઓ પણ ખોલવામાં આવશે. સાથે જ સરકારને પણ યોજનાઓનો લાભ આપવામાં મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો: Tech News: હવે ટાટા ગ્રૂપ પણ તેની ડિજિટલ પેમેન્ટ એપ કરશે લોન્ચ, Google Pay અને Paytm જેવી એપને આપશે ટક્કર

આ પણ વાંચો: Most Expensive Vegetables: દેશમાં ઉગાડવામાં આવતી સૌથી મોંઘી 6 શાકભાજી, જેની ખેતીથી થાય છે ડબલ નફો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">