AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Expensive Vegetables: દેશમાં ઉગાડવામાં આવતી સૌથી મોંઘી 6 શાકભાજી, જેની ખેતીથી થાય છે ડબલ નફો

અમે એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખેતી કરવાથી દર મહિને ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે. દેશની સૌથી મોંઘી શાકભાજીની ખેતી કરીને મોટો નફો મેળવી શકાય છે. જો તમે આ શાકભાજીના નામ જાણવા માંગતા હોવ તો આ લેખ વાંચો.

Most Expensive Vegetables: દેશમાં ઉગાડવામાં આવતી સૌથી મોંઘી 6 શાકભાજી, જેની ખેતીથી થાય છે ડબલ નફો
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 12:30 PM
Share

આજે અમે તમને એવી કેટલીક શાકભાજીના નામ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેની કિંમત તો વધારે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક છે. જો કે ઘણા ખેડૂતો શાકભાજીની ખેતી(Vegetables Farming) કરીને સારો નફો કમાઈ રહ્યા છે, પરંતુ અમે એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખેતી કરવાથી દર મહિને ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે. દેશની સૌથી મોંઘી શાકભાજીની ખેતી (Most Expensive Vegetables) કરીને મોટો નફો મેળવી શકાય છે. જો તમે આ શાકભાજીના નામ જાણવા માંગતા હોવ તો આ લેખ વાંચો.

શતાવરીની ખેતી (Asparagus Cultivation)

જો તમે શતાવરીનું વાવેતર કરો છો, તો તમને પ્રતિ કિલો 1200-1500 રૂપિયાનો નફો મળી શકે છે. શતાવરી એ ભારતની સૌથી મોંઘી શાકભાજી છે. તે દૂરના દેશોમાં પણ નિકાસ થાય છે. આ સિવાય શતાવરીમા વિટામિન A, C, E, K, B6, ફોલેટ, આયર્ન, કોપર, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઈબર જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જેનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. .

બોક ચોય ખેતી (Bok Choy Farming)

બોક ચોય એક વિચિત્ર શાકભાજી છે. જેની ખેતી ભારતમાં ઘણી ઓછી છે. આ શાક તેના સ્વાદ માટે જાણીતું છે. તેનો ઉપયોગ ઘણી રેસ્ટોરાંમાં નૂડલ્સ બનાવવામાં થાય છે. તેની કિંમતની વાત કરીએ તો એક દાંડીની કિંમત લગભગ 115 રૂપિયા છે.

ચેરી ટમેટાની ખેતી (Cherry Tomato Cultivation)

ચેરી ટમેટાં સામાન્ય ટામેટાં કરતાં ખૂબ જ અલગ છે. તેઓનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. આ સિવાય ચેરી ટામેટાંમાં ઘણા પ્રકારના જરૂરી તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે તેની કિંમત પણ બજારમાં સામાન્ય ટામેટાં કરતાં વધુ છે. તે બજારમાં રૂ.250 થી રૂ.300 વચ્ચે વેચાય છે.

ઝુચીની ખેતી (Zucchini Cultivation)

ઝુચીની સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે સામાન્ય રીતે વજન ઘટાડવા માટે વપરાય છે. આ શાકભાજીની કિંમત બજારમાં ઘણી વધારે છે. બજારમાં તેની કિંમત 150-200 રૂપિયા પ્રતિ કિલો છે.

પાર્સલીની ખેતી (Cultivation Of Parsley)

કોથમીરને પાર્સલી (Parsley)તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લીલા પાંદડાવાળા શાકભાજીનો એક પ્રકાર છે. તે કોથમીર જેવું લાગે છે. તેનો ઉપયોગ તાજા અને શુષ્ક બંને રીતે થાય છે. ભારતમાં તેની ખેતી થતી નથી. તે દૂરના દેશોમાંથી નિકાસ કરવામાં આવે છે. તેની કિંમતની વાત કરીએ તો બજારમાં તેની કિંમત 50-100 રૂપિયા પ્રતિ કિલો છે.

ગૂચીની ખેતી (Gucci Farming)

ગૂચી એ એક પ્રકારની જંગલી મશરૂમ છે. તેની ખેતી ફક્ત ભારતમાં જ થાય છે, જેના કારણે દૂરના દેશોમાં તેની માગ ઘણી વધારે છે. બજારમાં તેની કિંમત લગભગ 25 થી 30 હજાર રૂપિયા છે.

આ પણ વાંચો: ઘઉંની નિકાસમાં ભારત બનાવી શકે છે રેકોર્ડ, ખેડૂતોને પણ થશે ફાયદો, કિંમત MSP કરતાં વધી ગઈ

આ પણ વાંચો: નાના અને સીમાંત ખેડૂતો આ રીતે FPO નો લઈ શકે છે લાભ, 2024 સુધીમાં 10 હજાર FPO ખોલવાની યોજના

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">