Tech News: હવે ટાટા ગ્રૂપ પણ તેની ડિજિટલ પેમેન્ટ એપ કરશે લોન્ચ, Google Pay અને Paytm જેવી એપને આપશે ટક્કર
એક અહેવાલ અનુસાર, ટાટા ગ્રુપ દેશમાં તેની પોતાની યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) આધારિત ડિજિટલ પેમેન્ટ સેવા ઓફર કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પાસેથી મંજૂરી માંગી રહ્યું છે. ટાટા ગ્રુપે NPCI ને થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર્સ (TPAP) તરીકે કામ કરવા માટે અરજી કરી છે.
Amazon Pay, PhonePe, Google Pay અને Paytm જેવા પ્લેટફોર્મ, જે ડિજિટલ પેમેન્ટની દુનિયાના દિગ્ગજ છે, હવે ટૂંક સમયમાં જ મોટી સ્પર્ધા થવા જઈ રહી છે. મીઠાથી લઈ સ્ટીલનું ઉત્પાદન કરતું ટાટા ગ્રુપ (Tata Group)હવે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યું છે. ટાટા ટૂંક સમયમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI પેમેન્ટ એપ (UPI Payment App)લોન્ચ કરી શકે છે. કંપની આ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પાસેથી ક્લિયરન્સ મેળવવા જઈ રહી છે. ક્લિયરન્સ મળતાની સાથે જ કંપની તેની UPI સેવા શરૂ કરી શકે છે.
ધ ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ટાટા ગ્રુપ દેશમાં તેની પોતાની યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) આધારિત ડિજિટલ પેમેન્ટ સેવા ઓફર કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પાસેથી મંજૂરી માંગી રહ્યું છે. ટાટા ગ્રુપે NPCI ને થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડર્સ (TPAP) તરીકે કામ કરવા માટે અરજી કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટાટા ગ્રૂપ આ સેવા વહેલી તકે શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ICICI બેંક સાથે વાતચીત
ટાટા ગ્રૂપ, તેના ડિજિટલ કોમર્શિયલ યુનિટ ટાટા ડિજિટલ (Tata Digital) દ્વારા, તેના UPI ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ICICI બેન્ક સાથે વાતચીત કરી રહ્યું છે. UPI પેમેન્ટ પ્લેટફોર્મ, જો NCPI દ્વારા મંજૂર કરવામાં આવે તો, ટાટા જૂથને તેના ગ્રાહકો માટે ઈ-કોમર્સ અનુભવ વધારવામાં મદદ કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રૂપે આ ડિજિટલ પેમેન્ટ એપનું નામ ‘ટાટા નેઉ’ (Tata Neu)રાખ્યું છે અને આશા છે કે ગ્રુપ આવતા મહિને IPL સેશન (IPL 2022) દરમિયાન પોતાની એપને લોન્ચ કરી શકે છે. આ એપ યુઝર્સને તમામ ટાટા ડિજિટલ એપ્સ જેવી કે Bigbasket, 1MG, Croma, Tata Cliq અને Tata Groupની ફ્લાઇટ બુકિંગ સેવાને એક જ એપમાં સરળતાથી ઍક્સેસ કરશે. જો નિષ્ણાતોનું માનીએ તો ટાટા ડિજિટલ વિશેની જાહેરાત 7 એપ્રિલે થઈ શકે છે.
આ પણ વાંચો: Tech News: યુક્રેન પર હુમલાની અસર, રશિયામાં એપલ એપ સ્ટોરએ ગુમાવી 7 હજાર એપ્સ