દેશના ઘણા ભાગોમાં ઘઉંનો પાક તૈયાર થવાનો છે. આવી સ્થિતિમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) પુસાના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને કેટલીક સલાહ આપી છે. કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે તાપમાન અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને ઘઉં (Wheat)ના પાકમાં જે દૂધીયા દાણા ભરવાની અવસ્થામાં હોય તેમાં હળવી સિંચાઈ (Irrigation)કરવી જોઈએ. પવન શાંત હોય તેવા સમયે સિંચાઈ કરવી જોઈએ, નહીં તો છોડ પડી જવાની સંભાવના છે. હવામાનને ધ્યાનમાં રાખીને, ઘઉંના પાકમાં થતા રોગો, ખાસ કરીને ગેરૂ (Rust)ની દેખરેખ રાખો. કાળો, ભૂરા ગેરૂના કિસ્સામાં, ડાયથેન એમ-45, 5 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ 1.0 ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ 1.0 ગ્રામ/લિટર પાણીમાં ભેળવી સ્પ્રે કરો.
કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે સંપૂર્ણ પાકેલા તોરીયા અથવા સરસવના પાકને વહેલામાં વહેલી તકે કાપવા જોઈએ. 75-80 ટકા શીંગોનો ભુરો રંગ પાકના પાકવાની નિશાની છે. જો શીંગો વધુ પાકે છે, તો અનાજ પડવાની સંભાવના છે. લણણી કરેલ પાકને લાંબા સમય સુધી ખેતરમાં સૂકવવાથી પાઈડ બગ દ્વારા નુકસાન થાય છે. તેથી શક્ય તેટલું જલ્દી હાર્વેસ્ટ કરવું જોઈએ. થ્રેસીંગ પછી પાકના અવશેષોનો નાશ કરો, આ જીવાતોની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે.
મગના પાકની વાવણી માટે ખેડૂતોએ સુધારેલા બિયારણની વાવણી કરવી જોઈએ. મૂંગ-પુસા વિશાલ, પુસા રત્ના, પુસા- 5931, પુસા બૈસાખી, પીડીએમ-11, એસએમએલ- 32, એસએમએલ- 668, સમ્રાટ; વાવણી પહેલાં, બીજને પાક-વિશિષ્ટ રાઈઝોબિયમ અને ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેરિયાથી સારવાર કરવી જોઈએ. વાવણી સમયે ખેતરમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે.
ટામેટા, વટાણા, રીંગણ અને ચણાના પાકમાં, ખેડૂતોએ ફળોના બોરર, પોડ બોરર જંતુઓથી શીંગોનું રક્ષણ કરવા માટે ખેતરમાં પક્ષી આશ્રયસ્થાનો ઉભા કરવા જોઈએ. તેમજ જંતુ દ્વારા નાશ પામેલા ફળો એકત્રિત કરી અને તેમને જમીનમાં દાટી દો.
જો ફ્રુટ બોરરની સંખ્યા વધુ હોય, તો બીટી 1.0 ગ્રામ/લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરો. તેમ છતાં, જો ઉપદ્રવ વધુ હોય તો 15 દિવસ પછી સ્પિનોસાડ જંતુનાશક 48 EC 1 ml/4 લિટર પાણીના દરે છંટકાવ કરો. શાકભાજીમાં ચેપાના હુમલા પર નજર રાખો. વર્તમાન તાપમાનમાં આ જીવાત જલ્દી નાશ પામે છે.
જો જીવાતોનો ઉપદ્રવ વધુ હોય, તો ઇમિડાક્લોપ્રિડ 0.25 મિલી. પાકેલા ફળની લણણી બાદ પ્રતિ લિટર પાણીના દરે છંટકાવ કરવો. શાકભાજીના પાક પર છંટકાવ કર્યા પછી, ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી તોડશો નહીં. બીજવાળા શાકભાજી પર ચેપાના આક્રમણ પર વિશેષ ધ્યાન આપો.
આ પણ વાંચો: Azolla: પશુઓ માટે સર્વોત્તમ આહાર છે અઝોલા, ડાંગર સાથે વાવવાથી 20 ટકા વધારે છે ઉત્પાદન
આ પણ વાંચો: Vertical Farming: હળદરની ખેતી માટે છે વધુ અનૂકુળ, 1 એકરમાંથી મળી શકે છે 100 એકર જેટલું ઉત્પાદન