Vertical Farming: હળદરની ખેતી માટે છે વધુ અનૂકુળ, 1 એકરમાંથી મળી શકે છે 100 એકર જેટલું ઉત્પાદન
આ અત્યાધુનિક ટેકનોલોજી અપનાવીને હળદરની ખેતી કરવામાં આવી રહી છે. આ ટેક્નિકથી હળદરની ઉપજ જબરદસ્ત થાય છે. કારણ કે આ ટેક્નિકમાં ખેડૂતો એક એકરમાંથી 100 એકરનું ઉત્પાદન મેળવી શકે છે. તેનાથી સારી એવી કમાણી પણ થાય છે.

વધતી વસ્તી સાથે વિશ્વમાં અનાજની માગ પણ વધી રહી છે. પરંતુ બીજી બાજુ ખેતીલાયક જમીન ઘટી રહી છે કારણ કે ખેતીલાયક જમીનનો ઉપયોગ બિનખેતીના હેતુઓ માટે પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સમગ્ર વસ્તીને ભોજન આપવું એ એક મોટો પડકાર છે. જોકે, અહીં પણ ઈઝરાયેલની ટેક્નોલોજી (Israeli Technology)થી શીખીને અપનાવવામાં આવી રહી છે. આ તકનીકને વર્ટિકલ ફાર્મિંગ (Vertical Farming)કહેવામાં આવે છે. આમાં જમીન ઉપર અનેક સ્તરોમાં ખેતી કરવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ખેતીની આ અત્યાધુનિક ટેકનોલોજી અપનાવીને હળદરની ખેતી કરવામાં આવી રહી છે. આ ટેકનિકથી હળદરની ઉપજ જબરદસ્ત થાય છે. કારણ કે આ ટેક્નિકમાં ખેડૂતો એક એકરમાંથી 100 એકરનું ઉત્પાદન મેળવી શકે છે. તેનાથી સારી એવી કમાણી પણ થાય છે.
વર્ટિકલ ફાર્મિંગ શું છે
જેમ તેના નામમાં વર્ટિકલ જોડાયેલ છે, તેવી જ રીતે ખેતી કરવામાં આવે છે. આ ટેક્નિકમાં શેડની અંદર જમીનમાં પાઈપ દાટીને ફ્રેમ તૈયાર કરવામાં આવે છે. આમાં લેયર બાય લેયર બોક્સ રેક્સ જેવા બનાવવામાં આવે છે જે ઉપરથી ખુલ્લા રહે છે. વર્ટિકલ ફાર્મિંગ સ્ટ્રક્ચર માટે જીઆઈ પાઈપનો ઉપયોગ કરવો વધુ સારું માનવામાં આવે છે કારણ કે તે લાંબા સમય સુધી ચાલે છે.
પાઈપની ફ્રેમ પર બોક્સ મૂકવામાં આવે છે જે બે ફૂટ પહોળું અને બેથી ત્રણ ફૂટ ઊંડું હશે. જેમાં માટી ભર્યા બાદ હળદરનું વાવેતર કરવામાં આવે છે. હળદરની ખેતી માટે 12થી 26 ડિગ્રી તાપમાન યોગ્ય માનવામાં આવે છે. જો શેડમાં તાપમાન આના કરતા વધારે હોય તો ફોગર્સ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જે ફરીથી તાપમાન ઘટાડે છે.
વર્ટિકલ ફાર્મિંગ કેવી રીતે કરવામાં આવે છે?
હળદરની વર્ટિકલ ખેતી વધુ સફળ છે કારણ કે તેને વધુ સૂર્યપ્રકાશની જરૂર નથી. તે છાયામાં સારી ઉપજ આપે છે. આ પદ્ધતિથી હળદરની ખેતી કરવા માટે હળદરને જીઆઈ પાઈપના સ્ટ્રક્ચરમાં ફીટ કરેલા બોક્સમાં ઝિગ-ઝેગ રીતે રોપવામાં આવે છે. છોડથી છોડનું અંતર 10 સેમી રાખવામાં આવે છે. હળદર મોટી થયા પછી તેના પાંદડા બહાર આવે છે. શેડમાં કરેલી વર્ટિકલ ખેતીમાં હળદરનો પાક 9 મહિનામાં તૈયાર થાય છે. આ ઉપરાંત, લણણી પછી તરત જ હળદર લગાવી શકાય છે.
જમીનની તૈયારી અને સિંચાઈ
વર્ટિકલ ખેતી માટે બોક્સમાં ભરેલી માટીનું પ્રથમ પરીક્ષણ કરવું જોઈએ. જેથી ખેડૂત જાણી શકે કે જમીનમાં કયા પોષક તત્વોની કમી છે અને તેને દૂર કરી શકાય. આ પછી તેમાં કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ ભેળવવામાં આવે છે અને જે પોષક તત્વોની જમીનમાં ઉણપ હોય તેને અલગથી ઉમેરવામાં આવે છે. આનાથી હળદરની ખેતી માટે જમીન તૈયાર થાય છે. આ પદ્ધતિમાં ROના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. કારણ કે સામાન્ય પાણીની ઓછી અથવા વધુ pH, TDS અથવા ખારાશના કારણે છોડને નુકસાન થઈ શકે છે.
વર્ટિકલ ફાર્મિંગના ફાયદા
વર્ટિકલ ફાર્મિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આ સાથે જો આ ખેતી શેડમાં કરવામાં આવે તો ખેતી માટે હવામાન પર આધાર રાખવો પડતો નથી. જો તેની ખેતી બંધ જગ્યાએ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ થતો નથી. ખરાબ હવામાનની કોઈ અસર થતી નથી. તેનાથી પાણીની બચત થાય છે. ઉપરાંત, તે સંપૂર્ણપણે સજીવ રીતે કરી શકાય છે.
આ પણ વાંચો: Tech News: ફેક ઈન્ફોર્મેશન પર ફેસબુક લગાવશે લગામ, ગ્રુપ એડમિન માટે રજૂ કર્યું આ નવું ટૂલ
આ પણ વાંચો: Azolla: પશુઓ માટે સર્વોત્તમ આહાર છે અઝોલા, ડાંગર સાથે વાવવાથી 20 ટકા વધારે છે ઉત્પાદન