રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ

ઘણા સમયથી ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ધાણા, ચણા, જીરું સહિતના પાકમાં ભયંકર રોગચાળો આવી ગયો છે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ
Winter Crop (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 2:29 PM

Rajkot: જિલ્લાના ધોરાજી (Dhoraji)માં છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે રવી પાકમાં વિવિધ પ્રકારના રોગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે ધરતીના તાતની મુંઝવણમાં વધારો થયો છે અને ઉત્પાદનમાં પચાસ ટકાનો ઘટાડો આવે એવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ધોરાજી પંથકમાં વાતાવરણના પલટાથી ખેડૂતો (Farmers)ને પાક પર માઠી અસર થવાની ચિંતા સતાવી રહી છે.

ઘણા સમયથી ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે ધાણા, ચણા, જીરું સહિતના પાકમાં ભયંકર રોગચાળો આવી ગયો છે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણને કારણે ઉભા પાકમાં ગરો, મોલો મચ્છી, અને ચરમી જેવા વિવિધ રોગ આવી ગયા છે. જેને કારણે પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને ઉત્પાદન પર 50 ટકા અસર પડે તેવી ખેડૂતોને ભીતી છે.

ધોરાજીમાં ખેડૂતો છેલ્લા બે વર્ષથી પડકારોનો સામનો કરી રહ્યા છે. જેમાં કયારેક કુદરતી આફત તો ક્યારેક માનવ સર્જિત, લોકડાઉનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તેમજ ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ ન મળવા અને અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદને કારણે ઉભો પાક બળી ગયો હતો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આમ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે હવે રવી પાકમાં આવેલ પુષ્કળ પ્રમાણમાં રોગને કારણે પાક વૃદ્ધિ કરતો નથી. જેથી પાક પીળો પડી ગયો છે અને જમીન જન્ય રોગને કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે સરકારી સહાયથી ખેડૂતોને થોડી રાહત જરૂર મળી છે.

શું કહેવું છે કૃષિ નિષ્ણાંતોનું?

કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે વાતાવરણમાં આવતા ફેરફારથી રવી પાક (Winter Crop)માં રોગ આવ્યા છે આવા સમયે ખેડૂતોએ પિયત ટાળવું જોઈએ અને કૃષિ નિષ્ણાંતની સલાહ અનુસાર દવાનો છંટકાવ કરવો જોઈએ તો પાકને રોગથી (Crop Disease) બચાવી શકાય.

આ પણ વાંચો: Child Vaccination: 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનેશન શરૂ, મહારાષ્ટ્રના 650 સેન્ટરો પર 60 લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન

આ પણ વાંચો: Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ

આ પણ વાંચો: નવોદય વિદ્યાલયમાં 82 બાળક કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કુલ 488 બાળકોનો કરાયો હતો કોરોના ટેસ્ટ

g clip-path="url(#clip0_868_265)">