Child Vaccination: 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનેશન શરૂ, મહારાષ્ટ્રના 650 સેન્ટરો પર 60 લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 15થી 18 વર્ષના ઉંમરના લોકોને 650 કેન્દ્ર પર વેક્સિન આપવામાં આવી રહી છે. મુંબઈમાં 9 વેક્સિનેશન સેન્ટરોમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઝડપથી વધી રહેલા કોરોના (Corona) અને ઓમિક્રોન (Omicron) સંક્રમણના કારણે દેશભરમાં આજે 15થી 18 વર્ષના યુવાનો માટે વેક્સિનેશન (Vaccination)ની શરૂઆત થઈ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોવેક્સિનની પસંદગી કરવામાં આવી છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 15થી 18 વર્ષના ઉંમરના લોકોને 650 કેન્દ્ર પર વેક્સિન આપવામાં આવી રહી છે. મુંબઈમાં 9 વેક્સિનેશન સેન્ટરોમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 60 લાખથી વધારે બાળકોને વેક્સિન આપવામાં આવશે અને મુંબઈની વાત કરીએ તો ત્યાં 9 લાખ લાભાર્થી છે.
વેક્સિનેશનને લઈ ડરવાની જરૂર નથી
કોવેક્સિન સૌથી વધારે સુરક્ષિત વેક્સિન હોવાના કારણે રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા નિષ્ણાંતોએ બાળકોના માતા-પિતાને સલાહ આપી છે કે ડર રાખ્યા વગર પોતાના બાળકને વેક્સિન અપાવો. શરીરમાં વેક્સિન જે જગ્યા પર આપવામાં આવે છે, તે ભાગ થોડો લાલ થઈ જશે, દુ:ખાવો થશે અને થોડો તાવ પણ આવી શકે છે. આ સામાન્ય લક્ષણ છે. તેથી ગભરાવવાની જરૂર નથી. વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી વેક્સિનેશન સેન્ટર પર બેસો, ત્યારબાદ ઘરે આવો.
આ બાળકોને કોરોનાની વિરૂદ્ધ વેક્સિન લેવા માટે કોવિન (Cowin) એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરવાની સુવિધા આપવામાં આવી છે. 2007માં અથવા તે પહેલા જન્મેલા તમામ બાળકો વેક્સિન લેવા માટે પાત્ર છે.
60 લાખ બાળકોને અપાશે રસી
મહારાષ્ટ્રમાં લગભગ 60 લાખ બાળકો વેક્સિન લેવા માટે પાત્ર છે. આ પ્રકારે મુંબઈમાં 9 લાખ બાળકો વેક્સિન લેવા માટે પાત્ર છે. રાજ્યભરમાં 650 વેક્સિનેશન સેન્ટરોમાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. નાના બાળકોને વેક્સિન આપવા માટે માત્ર કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સ્વતંત્ર રીતે બાળકોના રસીકરણ કેન્દ્ર શરૂ કરવું મુશ્કેલ છે તો રસીકરણ કેન્દ્રોમાં જ બાળકો માટે એક ખાસ કોર્નર તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં માત્ર 15-18 વર્ષના બાળકોને રસી આપવામાં આવી રહી છે.
15થી 18 વર્ષના યુવાનો માટે અલગ વેક્સિનેશન સેન્ટર રાખવાની સલાહ
15થી 18 વર્ષની ઉંમરના લોકો માટે જ્યાં સુધી શક્ય છે, ત્યાં સુધી અલગ વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યોને આ સલાહ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે આપી છે. તેનું કારણ એ છે કે આ ઉંમરના બાળકોને માત્ર કોવેક્સીન આપવામાં આવી રહી છે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવેક્સીનની સાથે કોવિશિલ્ડનો વિકલ્પ પણ છે. તેનાથી મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ શકે છે, તેથી કાળજી લેવી જરૂરી છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની આરોગ્ય પ્રણાલી કેવી રીતે ઓમિક્રોનનો સામનો કરી રહી છે? રેકોર્ડ લેવલ પર પહોંચી દર્દીની સંખ્યા
આ પણ વાંચો: એક જ દિવસમાં આટલા હજાર કિશોરોને કોરોના વેક્સિન આપવાનો SMC નો ટાર્ગેટ, પુરજોશમાં કામગીરી શરુ