Agri Infra Fund: સરકારે અત્યાર સુધીમાં 4000 થી વધુ પ્રોજેક્ટ માટે 2071 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમાં આ માહિતી આપી છે. તોમરે લોકસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે, કુલ 8488 પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 6098 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે.

Agri Infra Fund: સરકારે અત્યાર સુધીમાં 4000 થી વધુ પ્રોજેક્ટ માટે 2071 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું
Narendra Singh Tomar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 8:58 PM

સરકારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agriculture Infrastructure Fund) હેઠળ 4003 પ્રોજેક્ટ માટે 2071 કરોડનું ફંડ બહાર પાડ્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમાં આ માહિતી આપી છે. તોમરે લોકસભામાં (Lok Sabha) લેખિતમાં જણાવ્યું હતું કે, કુલ 8488 પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 6098 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. તેમાંથી 4003 પ્રોજેક્ટ માટે 2071 કરોડનું ફંડ વિતરણ કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે 8488 પ્રોજેક્ટ્સમાંથી સૌથી વધુ 1954 પ્રોજેક્ટ મધ્યપ્રદેશ માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ પછી, આંધ્રપ્રદેશ માટે 1424 પ્રોજેક્ટ, કર્ણાટક માટે 900 પ્રોજેક્ટ, ઉત્તર પ્રદેશ માટે 684 પ્રોજેક્ટ, રાજસ્થાન માટે 654 પ્રોજેક્ટ અને મહારાષ્ટ્ર માટે 555 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

ક્યાં કેટલા પ્રોજેક્ટને મંજૂરી મળી તોમરે કહ્યું કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળી માટે 5067 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. કૃષિ ઉદ્યોગ સાહસિકો માટે 2576 પ્રોજેક્ટ્સ, વ્યક્તિગત ખેડૂતો માટે 685 પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે 53 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફંડની રચના 2020માં કરવામાં આવી હતી સરકારે 2020માં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના કરી હતી. આ ભંડોળની મદદથી, નાણાકીય વર્ષ 2025-26 સુધી ખેડૂતો અને કૃષિ માટે મધ્યમ લાંબાગાળાની લોનનું વિતરણ કરવામાં આવે છે.

યોજનામાં શું ખાસ છે? 1. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ લોન પર વ્યાજમાં 3 ટકાની છૂટ મળશે. 2. સરકાર ધિરાણ આપનાર બેંકને 2 કરોડ રૂપિયા સુધીની લોન પર બેંક ગેરંટી આપશે. 3. રૂ.2 કરોડ સુધીની લોન માટે વ્યાજ સહાય એક જગ્યાએ ઉપલબ્ધ થશે. 4. એટલે કે, જો એક યુનિટ ઘણી જગ્યાએ પ્રોજેક્ટ શરૂ કરે છે, તો બધા માટે વ્યાજ સહાય ઉપલબ્ધ થશે. 5. ખાનગી ક્ષેત્ર માટે આવા પ્રોજેક્ટ્સની મહત્તમ મર્યાદા 25 નક્કી કરવામાં આવી છે. 6. યોજનાની કુલ અવધિ 2032-33 સુધી 10 થી વધારીને 13 વર્ષ કરવામાં આવી છે.

મંડી બંધ થવાની શક્યતા દૂર કરવાનો પ્રયાસ હવે આ ફંડનો ઉપયોગ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીઓ (APMC)ની ક્ષમતાના વિસ્તરણ માટે પણ થઈ શકે છે. 8મી જુલાઈના રોજ આ યોજનામાં સુધારો કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, હવે કૃષિ બજારોમાં કોલ્ડ સ્ટોરેજ અને સોર્ટિંગ યુનિટ્સ માટે રૂ. 2 કરોડ સુધીની લોન પર વ્યાજ સહાય આપી શકાય છે. સરકારનો પ્રયાસ એવો છે કે વિરોધ કરી રહેલા લોકોના મનમાંથી ડર દૂર થાય કે નવા કૃષિ કાયદા બાદ મંડીઓ નાબૂદ થઈ જશે.

આ પણ વાંચો : Organic Farming: ઓર્ગેનિક કોરિડોરમાં ખેડૂતોના પાકની તપાસ શરૂ, જાણો તેના વિશેની તમામ માહિતી

આ પણ વાંચો : વૈજ્ઞાનિકો વિકસાવશે રોગ પ્રતિરોધક બિયારણ, તેનાથી બટાકા, ઘઉં અને ડાંગરના પાકનું વધશે ઉત્પાદન

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">