Farm Laws પરત લેવાની જાહેરાત બાદ SBI એ કહ્યું ‘આ 5 સુધારા કૃષિ ક્ષેત્રને આપશે નવજીવન’

ભારતીય સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓ દ્વારા પાંચ કૃષિ સુધારાનો અહેવાલ ખેડૂતોની માગ અને કૃષિ કાયદાઓને પાછો ખેંચવાની જાહેરાત પછી ચર્ચામાં છે. તેમનું કહેવું છે કે આ સુધારાઓથી કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન આવશે અને તે ખેડૂતોના હિતમાં પણ હશે.

Farm Laws પરત લેવાની જાહેરાત બાદ SBI એ કહ્યું 'આ 5 સુધારા કૃષિ ક્ષેત્રને આપશે નવજીવન'
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 6:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની કૃષિ કાયદા (Farm Laws)ઓ પાછા ખેંચવાની અને કેબિનેટની મંજૂરી અંગેની જાહેરાત બાદ પણ ખેડૂતો(Farmers)નું આંદોલન ચાલુ છે. ખેડૂત સંગઠનો લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Prices) પર કાયદાકીય ગેરંટી માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે માત્ર ડાંગર અને ઘઉં પર જ નહીં, સરકારે અન્ય પાકો પર પણ MSPની જાહેરાત કરવી જોઈએ.

ભારતીય સ્ટેટ બેંક (SBI) ના અર્થશાસ્ત્રીઓ દ્વારા પાંચ કૃષિ સુધારાનો અહેવાલ ખેડૂતોની માગ અને કૃષિ કાયદાઓને પાછો ખેંચવાની જાહેરાત પછી ચર્ચામાં છે. તેમનું કહેવું છે કે આ સુધારાઓથી કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન આવશે અને તે ખેડૂતોના હિતમાં પણ હશે.

MSP ને બદલે ખરીદીની માત્રા નક્કી કરવી જોઈએ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, SBIના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે MSPની ગેરંટી આપવાને બદલે, સરકારે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ચોક્કસ જથ્થાની ખરીદીની ખાતરી આપવી જોઈએ. આનો અર્થ એ થયો કે સરકારે ખાતરી આપવી જોઈએ કે ગયા વર્ષે જે કુલ ઉત્પાદન પ્રાપ્ત થયું છે, ઓછામાં ઓછું તેટલું ઉત્પાદન MSP પર પ્રાપ્ત થશે.

E-NAM પર હરાજી માટે MSP ને ફ્લોર પ્રાઇસમાં રૂપાંતરિત કરવામાં આવે

એસબીઆઈના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે એમએસપીને બદલે ઈનામ પોર્ટલ પર હરાજી માટે ફ્લોર પ્રાઈસ નક્કી કરવી જોઈએ. ફ્લોર પ્રાઈસ વાસ્તવમાં કોઈ આઈટમ અથવા પ્રોડક્ટની સૌથી નીચી કિંમત છે જેના પર તે ખરીદવા અથવા વેચવામાં આવશે. આનો અર્થ એ છે કે ફ્લોર પ્રાઈસથી નીચે કોઈપણ ઉત્પાદન વેચવામાં આવશે નહીં.

મંડીઓને મજબૂત બનાવવી જોઈએ

SBIના રિપોર્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સરકારે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) એટલે કે મંડીઓને મજબૂત બનાવવી જોઈએ. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારી અહેવાલોના અભ્યાસના આધારે અમારા અનુમાન મુજબ, લણણી અને કાપણી પછી સહિત કુલ 27000 કરોડ રૂપિયાના અનાજનું નુકસાન થાય છે. બીજી તરફ કઠોળ અને તેલીબિયાંમાં આ નુકસાન રૂ. 10,000 કરોડનું છે. આવી સ્થિતિમાં જો મંડીઓ મજબૂત કરવામાં આવે તો આ નુકસાન ઘટાડી શકાય છે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે સંસ્થાની સ્થાપના

SBIના રિપોર્ટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે સંસ્થા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં, કંપનીઓ અથવા સંસ્થાઓ ખેડૂતો સાથે પૂર્વનિર્ધારિત કિંમતે ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થા અંગે વ્યવહાર કરે છે. આમાં સમસ્યા એ છે કે જો ખેડૂતની ઉપજ ગુણવત્તાના નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતી નથી, તો કંપનીઓ ફેંકી દેવાના ભાવે ખરીદી કરે છે અથવા ખરીદવાનો ઇનકાર કરે છે. જેના કારણે ખેડૂતોને નુકશાન થાય છે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પાકની વાવણી સમયે ભાવ પણ નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં લણણી સમયે બજારભાવ ઉંચો હોય તો પણ ખેડૂતોએ તે જ ભાવે વેચવું પડે છે. જેના કારણે તેમને આર્થિક નુકસાન થાય છે.

તમામ રાજ્યોમાંથી સમાન જથ્થામાં ખરીદી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોમાંથી સમાન માત્રામાં ખરીદી થઈ રહી નથી. ઉદાહરણ તરીકે, સૌથી વધુ ડાંગર ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ છે. પરંતુ અહીંથી ખરીદી ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. બીજી તરફ, પંજાબ અને હરિયાણા ડાંગરના સૌથી મોટા ઉત્પાદકોમાં નથી, પરંતુ ત્યાંથી ખરીદી સૌથી વધુ થાય છે.

સરકારી આંકડા દર્શાવે છે કે પંજાબ અને હરિયાણામાંથી 83 ટકા અનાજની ખરીદી કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં ખરીદીની ટકાવારી સિંગલ ડિજિટમાં રહી છે, જે સ્પષ્ટ કરે છે કે તે રાજ્યોના ખેડૂતોને MSPનો લાભ મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં દરેક રાજ્યમાંથી સમાન માત્રામાં ખરીદીની વ્યવસ્થા હોવી જોઈએ.

આ પણ વાંચો: વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી

આ પણ વાંચો: ખેડૂતોની આવક ચાર ગણી કરે છે પપૈયાના પાકમાં માત્ર આ પ્રોસેસ, જાણો કઈ રીતે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">