ખેડૂતોની આવક ચાર ગણી કરે છે પપૈયાના પાકમાં માત્ર આ પ્રોસેસ, જાણો કઈ રીતે
એકવાર વાવેતર કર્યા પછી, પપૈયાનું ઝાડ 24 મહિના સુધી ફળ આપતું રહે છે. બે વર્ષ માટે 5 એકરમાં પપૈયાની ખેતી કરવા માટે 2 થી 3 લાખનો ખર્ચ થાય છે. આ સાથે તેઓ એક જ સમયમાં 1300 થી 1500 ક્વિન્ટલ પપૈયાનું ઉત્પાદન મેળવી શકે છે
Papaya Squash Business: ભારત (India)માં પપૈયાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. ખેડૂતો (Farmers) દર સિઝનમાં તેનું ઉત્પાદન કરીને તેને બજારમાં લઈ જઈને સારી આવક મેળવી રહ્યા છે. જો ખેડૂતો તાજા પપૈયાના ફળોની સાથે તેને પ્રોસેસિંગ કરે તો તેમની આવક ચાર ગણી થઈ શકે છે. ખેડૂત પ્રોસેસ ઉત્પાદનોને (Processed Products)એફ,એસ,એસ,એ,આઈ માં (FSSAI) તેની નોંધણી કરી વેચાણ કરી શકે છે. જેમાં ઓછુ રોકાણ અને વધુ મુલ્યવર્ધક પપૈયા જ્યુસનું ઉત્પાદન કરી શકે છે.
એકવાર વાવેતર કર્યા પછી, પપૈયાનું ઝાડ 24 મહિના સુધી ફળ આપતું રહે છે. બે વર્ષ માટે 5 એકરમાં પપૈયાની ખેતી કરવા માટે તેમને 2 થી 3 લાખનો ખર્ચ થાય છે. આ સાથે તેઓ એક જ સમયમાં 1300 થી 1500 ક્વિન્ટલ પપૈયાનું ઉત્પાદન કરે છે, જેના કારણે તેમને 12 થી 13 લાખનો નફો થાય છે.
પપૈયાનો રસ કેવી રીતે બનાવવો
કૃષિ નિષ્ણાંત અનુસાર આ પ્રોડક્ટ બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે, જેમાં એક કિલોગ્રામ પપૈયામાંથી લગભગ ચાર લિટર જ્યુસ બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે, એક કિલોગ્રામ પલ્પમાં 1.8 કિલો ખાંડ, જેને 1 લિટર પાણીમાં દ્રાવણ સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત 25 ગ્રામ સાઈટ્રિક એસિડ (citric acid)અને 350 પી.પી.એમ. (ppm)માત્રાથી કે,એમ,એસ પ્રિઝર્વેટિવ (KMSpreservative)આપવામાં આવે છે.
ઉત્પાદન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સીલબંધ પ્લાસ્ટિકની બોટલોમાં સ્વચ્છ વાતાવરણમાં, જ્યુસને બોટલમાં ભરીને, સીલ કરીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ પ્રોડક્ટ 6 થી 8 મહિના માટે સંગ્રહિત કરી શકાય છે. ખેડૂત FSSAI માં નોંધણી કરીને, તેને વ્યવસાયિક રીતે વેચી શકે છે જેનાથી તેમાં તાજા ફળો કરતાં ચાર ગણી વધુ આવક મેળવી શકાય છે.
સેવનની પદ્ધતિ
પપૈયા જ્યુસ પીતી વખતે, તેને 1:3 ના પ્રમાણમાં પાણી ભેળવીને પીવામાં આવે છે. જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડો.રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં સંશોધન બાદ ખેડૂતોને પપૈયા જ્યુસનું નિદર્શન કરવામાં આવ્યું છે.
આ ઉત્પાદનથી ખેડૂતો માત્ર વધુ આવક જ નહીં પરંતુ લણણી બાદ નુકસાનને પણ દૂર કરી શકશે. પ્રક્રિયા કરવાથી પપૈયાના ખેડૂતોની આવક ચાર ગણી વધી જાય છે, તેમજ લણણી પછીના નુકસાનને ઘટાડીને ખેડૂતોને બમણો લાભ પણ આપે છે.
ચાર ગણી કમાણી
ડો. પ્રસાદના અનુસાર નાના ખેડૂતો ક્યારેક વધુ પાકેલા ફળો ઓછા ભાવે વેચે છે અને જે ફળો ગ્રેડિંગમાં આવી શકતા નથી, તે પાક્યા પછી પણ ખેડૂતો વધુ કિંમતે તેને વેચી શકતા નથી, પરંતુ જો તેને પ્રોસેસિંગ કરવામાં આવે તો ખેડૂતોને તેના ત્રણ ગણા અથવા ચાર ગણી કિંમત મળી શકે છે. જેમાં માત્ર જરૂર છે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન તેમજ FSSAI ના આધારે તેનું વેચાણ ખેડૂતોની મહત્તમ આવક સુનિશ્ચિત કરે છે.
આ પણ વાંચો: વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી
આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન