10 ધોરણ પાસ મેળવી શકે છે ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ, જાણો કેવી રીતે કરવી અરજી
પહેલા કોઈ વ્યક્તિ ખાતર અને બિયારણની દુકાન સરળતાથી શરૂ કરી શકતા હતા. પરંતુ હવે નિયમોનુસાર તેના માટે 10 ધોરણ પાસે હોવું ફરજિયાત છે. આ સાથે જ ઈનપુટ ડીલર્સ માટે કૃષિ વિસ્તરણ સેવાઓમાં ડિપ્લોમા પણ હોવો જોઈએ. તેના આધારે તે વ્યક્તિ કોઈપણ રાજ્યમાં બિયારણ, ખાતર અને દવાઓના વેચાણ માટેનું લાઇસન્સ મેળવી શકે છે.
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે ભારત સરકાર દ્વારા આવા ખેડૂતો અથવા ખેતી સાથે સંકળાયેલા લોકોને એગ્રીકલ્ચર સાથે જોડાયેલા બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન પણ આપવામા આવે છે. જો તમે ખેડૂત છો અથવા ગ્રામીણ વિસ્તારોમાં રહો છો અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો, તો તમે ખાતર બિયારણની દુકાન ખોલી શકો છો.
ખાતર અને બિયારણની દુકાન માટે લાયસન્સ જરૂરી
ગામડાઓમાં ખાતર અને બિયારણની હંમેશા માગ રહે છે. ખાતર અને બિયારણની દુકાન શરૂ કરવા માટે લાયસન્સ મેળવવું પડે છે. જેમના નામે લાઇસન્સ લેવાનું હોય તેમને 10 ધોરણ પાસ હોવું જરૂરી છે. ખાતર અને બિયારણની દુકાન માટેનું લાઇસન્સ સરકાર દ્વારા ઓનલાઈન આપવામાં આવી રહ્યુ છે. ચાલો કે લાયસન્સ માટે શું પ્રોસેસ કરવી પડે છે.
ખાતર-બિયારણની દુકાન ખોલવા માટે જરૂરી લાયકાત
પહેલા કોઈ વ્યક્તિ ખાતર અને બિયારણની દુકાન સરળતાથી શરૂ કરી શકતા હતા. પરંતુ હવે નિયમોનુસાર તેના માટે 10 ધોરણ પાસ હોવું ફરજિયાત છે. આ સાથે જ ઈનપુટ ડીલર્સ માટે કૃષિ વિસ્તરણ સેવાઓમાં ડિપ્લોમા પણ હોવો જોઈએ. તેના આધારે તે વ્યક્તિ કોઈપણ રાજ્યમાં બિયારણ, ખાતર અને દવાઓના વેચાણ માટેનું લાઇસન્સ મેળવી શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ એ B.Sc. એગ્રી કરેલું છે, તો તે પણ લાયસન્સ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી
લાયસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની વિગતો
- આધાર કાર્ડ
- મતદાર ઓળખ કાર્ડ
- એડ્રેસ પ્રૂફ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- એગ્રિકલ્ચરમાં ડિપ્લોમા સર્ટીફિકેટ
- દુકાન અથવા પેઢીનો નકશો