AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Crime: Facebook મા તાલિબાન પર કમેન્ટ કરવી યુવતીને ભારે પડ્યું, પોર્ન સાઇટ પર નાખ્યો યુવતીનો નંબર

લખનૌની રહેવાસી યુવતીએ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે તેને દેશ-વિદેશથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

UP Crime: Facebook મા તાલિબાન પર કમેન્ટ કરવી યુવતીને ભારે પડ્યું, પોર્ન સાઇટ પર નાખ્યો યુવતીનો નંબર
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:38 AM
Share

UP Crime: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban )ના શાસન પછી, વિશ્વના ઘણા દેશોએ તેની નિંદા કરી અને સોશિયલ મીડિયામાં તાલિબાનનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ લખનૌ (Lucknow) ની યુવતીને ફેસબુક પર તાલિબાન વિરુદ્ધ ટિપ્પણી કરવી મુશ્કેલી થઈ ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની કોમેન્ટ પસંદ ન કરી અને પોર્ન સાઈટમાં તેની પ્રોફાઈલ મૂકી દીધી. જે બાદ લોકો તેનો સંપર્ક કરવા લાગ્યા અને અશ્લીલ વાતો કરવા લાગ્યા. હાલમાં યુવતીએ લખનૌના ગાઝીપુર પોલીસ સ્ટેશન (Gajzaipur Police Station) માં ફરિયાદ નોંધાવી છે.

હાલમાં લખનૌની રહેવાસી યુવતીએ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે તેને દેશ-વિદેશથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. યુવતીનું કહેવું છે કે તેણે તાલિબાન વિરૂદ્ધ કેટલીક કોમેન્ટ્સ કરી હતી, જે કોઈને પસંદ ન આવી, પછી પોર્ન સાઈટ પર પહેલા તેનો મોબાઈલ નંબર અપલોડ કર્યો અને ત્યારબાદ તેને દેશ-વિદેશથી ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે. હવે યુવતી નારાજ છે અને તેણે ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એનજીઓ ચલાવે છે યુવતી લખનૌના ઈન્દિરાનગરમાં રહેતી યુવતીનું કહેવું છે કે તે એક NGO ચલાવે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. થોડા સમય પહેલા, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા દરમિયાન, તેણે એક વેબસાઇટની પોસ્ટ શેર કરતી વખતે ટિપ્પણી કરી હતી. પોતાના એકાઉન્ટ દ્વારા તેણે જાતીય હિંસા વિશે લખ્યું હતું. જે કોઈને પસંદ નહોતું અને ત્યારપછી તેને અજાણ્યા નંબરો પરથી કોલ આવવા લાગ્યા અને એક કોલરે જણાવ્યું કે તેનો નંબર ઘણી પોર્ન વેબસાઈટ ડેટિંગ એપ્સ પર છે. તેથી જ તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.

નોઈડામાં ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી રહી છે પીડિતા, જે લખનૌની રહેવાસી છે, કહે છે કે જ્યારે તેને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા, ત્યારે તેણે નોઈડા પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો. કારણ કે તે સમયે તે નોઈડામાં હતી. તેણી કહે છે કે તે 21 ઓગસ્ટની આસપાસ નોઈડામાં હતી અને જ્યારે કોલ આવવા લાગ્યા ત્યારે તે ડીસીપી નોઈડાની ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચી. પરંતુ તેમને લખનૌમાં કેસ દાખલ કરવાનું કહેવામાં આવ્યું.

આ પણ વાંચો: Uttar Pradesh: PM Narendra Modi આજે ફરીથી યૂપીની મુલાકાતે, બુંદેલખંડમાં સૈનિકો અને ખેડૂતોને આપશે ભેંટ 

આ પણ વાંચો: Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">