સુરતમાં 20 લાખની ચોરીના કેસમાં પોલીસે 12 લાખ રોકડ સાથે એક યુવકને ઝડપાયો, મુખ્ય આરોપી હજુ ફરાર
સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો શિવકુમાર રાજાસિંહ તિજોરી કાપી 20 લાખ રૂપિયાની ચોરી કરી ભાગી ગયો. ચોરીમાંથી 12 લાખ રૂપિયા તેના સગા ભાઈને સાચવવા આપી તે ફરાર થઈ ગયો છે.
સુરત (Surat) ના પીપલોદ સ્થિત સોમેશ્વર એવન્યુ અને હાઇસ્પીડ પ્રા.લિ.માં સાત વર્ષથી વિશ્વાસુ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો અને ત્યાં જ રહેતો. અત્યંત વિશ્વાસુ સિક્યોરિટી ગાર્ડ દ્વારા તિજોરીમાં બાકોરું પાડી 20 લાખની રોકડ ચોરી હતી. આ ઘટનામાં પોલીસે (Surat Police) મોહિત નામના શખ્સને પકડી તેની પાસેથી રોકડા 12 લાખ પણ મળી આવ્યા હતા. પીપલોદ સ્થિત ડિમ્પલ રો-હાઉસમાં ત્રણ માળની આ પેઢીની ઓફિસમાં ગત માર્ચ મહિનાના અંતિમ રવિવારે પેઢીના માલિક રિતેશ પટેલ અને મેનેજર શૈલેન્દ્ર ચાંપાનેરીયા મિટિંગ માટે ભેગા થયા હતા.
સુરત શહેરમાં જે માણસને માલિકના કિંમતી માલ સમાન સાચવાની વિશ્વાસ રાખી જવાબદારી આપવામાં આવે છે એવા વિશ્વાસુ જ વિશ્વાસઘાત કરી માલિકોને લૂંટી રહ્યા છે. પહેલા સચિન GIDC વિસ્તારમાં વોચમને માલિકને ગળે ઘાતક હથિયાર મૂકી 6 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ત્યાં પીપલોદ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં વર્ષોથી કામ કરતા વોચેમને જ કંપનીની તિજોરી તોડી 20 લાખ રોકડની ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે ઉમરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલા 12 લાખ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રવિવારે ઓફિસ સ્ટાફ રજા ઉપર હોય. આ ઓફિસમાં સાત વર્ષથી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો અને મૂળ ઉત્તર પ્રદેશના હૈદલપુર ગામનો વતની શિવકુમાર રાજાસિંહ ગુમ હતો. મેનેજરના મોબાઇલમાં ઓફિસના સીસીટીવીનું જે સેટિંગ હતું તે દેખાતું ન હોવાથી ખામી ચકાસવા માટે બીજા માળે પહોંચતાં તિજોરી કાપી 20 લાખ રૂપિયાની ચોરી થયાનો ભાંડો ફૂટ્યો હતો. ઉમરા પોલીસની ટીમે આ ગુનામાં એમ. પી.-ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર વોચ ગોઠવી મોહિત નામના યુવાનને ડિટેઇન કરી સુરત લઇ આવી હતી. ચોરીમાંથી 12 લાખ રૂપિયા આ ગાર્ડ તેને સાચવવા આપી ગયો હતો. પકડાયેલો આરોપી ચોરી કરનારનો સગો ભાઈ હોવાનું બહાર આવ્યું છે. ચોર વોચમેને ચોરી કર્યા બાદ તે તેના વતન પહોંચી પોતાના ભાઈને ચોરીના 12 લાખ મુકવા આપ્યા હતા. ત્યારબાદ તે ચોરીના અન્ય 8 લાખ રૂપિયા લઈ વતનમાંથી ભાગી ગયો હતો. જ્યાં ઉમરા પોલીસને ખબર મળતા તેની પાસેથી રોકડ 12 લાખ કબજે કર્યા છે. જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે તેની પોલીસ શોધ કરી રહી છે.
આ પણ વાંચો:
સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં ઝીંગા ઉછેરી રહેલા ઉછેરકોએ હાઈકોર્ટના આદેશની કરી અવગણના, જિલ્લા કલેકટરના આદેશથી તપાસ હાથ ધરાઈ
આ પણ વાંચો: