સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં ઝીંગા ઉછેરી રહેલા ઉછેરકોએ હાઈકોર્ટના આદેશની કરી અવગણના, જિલ્લા કલેકટરના આદેશથી તપાસ હાથ ધરાઈ
સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં ઝીંગા ઉછેરી રહેલા ઉછેરકોએ હાઈકોર્ટના આદેશની પણ અવગણના કરી હતી. ત્યાં આજે જિલ્લા કલેકટરે ચોર્યાસીના ઉંબેર ગામના 184 તળાવોમાંથી 75 તળાવો પર ઝીંગા ઉછેરની પ્રવૃતિ બંધ કરાવી કરોડો રૂપિયાની મશીનરી જપ્ત કરી છે.
ગુજરાતના સુરત (Surat) જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, મજુરા તાલુકામાં આવેલા 10,000થી વધુ ગેરકાયદેસર ઝીંગાના તળાવોને લઈને નેશનલ ગ્રીન ટીબ્યુનલમાં ફરિયાદ થતા કોરોનાકાળ પહેલા જિલ્લા કલેકટર (District Collector)ના આદેશથી ઓલપાડના મંદ્રોઈ ગામથી ઝીંગાના તળાવો તોડવાનું શરૂ હતું. ત્યારબાદ મજુરા અને ચોર્યાસી તાલુકા મામલતદારે પણ કાર્યવાહી શરૂ કરી હતી. કેટલાક ઝીંગા ઉછેરકો હાઈકોર્ટમાં જતા 3/2/21ના રોજ સ્ટે આપવામાં આવ્યો હતો. સ્ટેમાં કીધું હતું કે ગેરકાયદેસર ઝીંગાના તળાવોમાં પણ કોઈ પ્રવૃતિ કરવી નહીં અને જિલ્લા કલેકટર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવી નહીં. છતાં ચોર્યાસી તાલુકાના ઉંબેર ગામમાં આવેલ સરકારી જમીનના સર્વે નં.197માં 184 જેટલા ઝીંગાના ગેરકાયદેસર તળાવોમાં ફરીથી પાણી ભરીને ઝીંગા ઉછેરવાનું શરૂ કરતા જિલ્લા કલેકટર સુધી ફરિયાદો થઈ હતી.
આજે જિલ્લા કલેકટર આયુષ ઓકે કાર્યવાહી માટે આદેશ કરતા સીટી પ્રાંત ઓફિસર જી.વી મીયાણી, ચોર્યાસી મામલતદાર બી.પી. સકસેનાની ટીમ, 30 જેટલા સરકારી કર્મચારી, પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત 25 જેટલા પોલીસ કાફલા સાથે ઉંબેરની જમીનમાં પહોંચી ગયા હતા અને 184માંથી 75 જેટલા ઝીંગાના તળાવોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો એરેટર, મોટર, વાયરો, કેબલ જપ્ત કર્યા હતા. 25 જેટલા લેબર અને ઈલેકટ્રીશીયનની મદદથી વીજ જોડાણ પણ કાપી નાખ્યા હતા. સવારે સાડાઆઠ વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી, જેમાં કરોડોનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરના આદેશથી આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ચોર્યાસી મામલતદાર અને તેમની ટીમ સાથે 3 ટેમ્પા,3 ટ્રક સરકારી ગાડીઓ સાથે ઉંબેર પહોંચી ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી દેતા મામલતદાર અને તેમની ટીમ પણ ઝીંગાના તળાવોમાંથી એરેટર ઉંચકવા કે અન્ય મશીનરી જપ્ત કરવા માટે જાતે કામગીરીમાં જોડાઈ ગયા હતા.
કેટલાક ઝીંગા ઉછેરકોએ મામલતદાર અને તેમના સ્ટાફ સાથે માથાકુટ કરી હતી. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાથી સરળતાથી કામગીરી કરી શક્યા હતા. ડુમસ નજીકના આલીયા બેટ પર પણ વર્ષોથી ગેરકાયદેસર ઝીંગાના માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે. આ બેટ પર જવુ મુશ્કેલ હોવાથી તંત્રની નજરથી દૂર છે. આથી આ બેટ પર પણ તપાસ થાય તેવી માંગ ઉઠી છે. કેમ કે ત્યાં બોટ વગર જઈ શકાય તેમ નથી. અગાઉ ડ્રોન દ્વારા થયેલા સર્વેમાં આખો બેટ ગેરકાયદેસર ઝીંગાના તળાવોથી ભરેલો દેખાયો હતો.
આ પણ વાંચો:
ભારતે જગત જમાદાર અમેરિકાને ના ગણકારતા આપી ધમકી, કહ્યુ-રશિયા સાથે ‘ગઠબંધન’ કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત
આ પણ વાંચો: