Surat: કાપડ માર્કેટમાં ચાલુ ટેમ્પાએ કાપડના તાકા ચોરી કરવાનો વીડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો સમગ્ર મામલો
Surat: શહેરના રિંગરોડ ઉપર આવેલા કાપડ બજારમાં રોજ કાપડના તાકાની ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. તેવામાં ચોરી કરવામાં આવતી હોવાની સતત ફરિયાદો પોલીસ મથકે આવતી હોય છે.
Surat: શહેરના રિંગરોડ ઉપર આવેલા કાપડ બજારમાં રોજ કાપડના તાકાની ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. તેવામાં ચોરી (Theft ) કરવામાં આવતી હોવાની સતત ફરિયાદો પોલીસ મથકે આવતી હોય છે. ત્યારે આજણા ફાર્મ વિસ્તારમાં ચાલુ ટેમ્પાએ એક યુવક પોતાની કળા બતાવી તાકા ચોરી કરતો હોય તેવો વીડિયો સામે આપ્યો છે. ચોરી કરવાના સમયે એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડીયો બનાવી સોશિયલ મીડિયામાં (Social media) વાઇરલ કરવામાં આવ્યો હતો.
દેશમાં કાપડનો સૌથી મોટો ઉદ્યોગ સુરતમાં આવેલો છે સુરત રીંગરોડ ઉપર સૌથી વધુ કાપડ માર્કેટો આવેલી છે. ત્યારે આ કાપડ માર્કેટમાં આવતા કાપડના તાકાની ચોરીની ઘટના ઓપન સરકાર સામે આવતી હોય છે જોકે કાપડ ટેમ્પામાં લાવવામાં આવતું હોય છે તેમાંથી પણ ચોરી થતી હોવાની ફરિયાદ પણ સતત પોલીસ સામે આવતી હોય છે. ત્યારે આજે વધુ એક ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ચાલુ ટેમ્પા ઉપર એક યુવક પોતાની કળા બતાવતો જોવા મળ્યો હતો. ટેમ્પામાં કાપડના તાકા રોડ ઉપર ચાલુ વાહન વ્યવહાર વચ્ચે ચોરી કરી અને ગણતરીની મિનિટોમાં જ ત્યાંથી ફરાર થઈ જાય છે. જો કે, રસ્તામાં પસાર થતાં એક વાહન ચાલકે જાગૃત નાગરિક તરીકે આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
ભરબજારમાં બેખોફ બનીને કાપડની ચોરી કરતો આ વીડિયો સામે આવતાની સાથે જ કાપડ વેપારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. થોડા સમય પહેલા જ પ્રકારની ચોરી નો એક વિડિયો સુરતના ભાઠેના વિસ્તારનો વીડિયો પણ વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલ વિડીયો વાયરલ થતાં જ પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.