Ahmedabad : ડો.ડિટોક્ષ ક્લિનિકની બે પૂર્વ કર્મચારીએ 12.50 લાખની છેતરપિંડી આચરી, બંને મહિલા ઝડપાઇ

હાલના સમયમાં ટેકનોલોજી આગળ વધી રહી છે. જેની સાથે સાયબર ક્રાઈમના પણ ગુના પણ વધી રહ્યાં છે. આવી જ એક ફરિયાદ વસ્ત્રાપુરમાં ડો ડિટોક્ષ ક્લિનિક ધરાવતા સંચાલકે સાયબર ક્રાઈમમાં કરી છે.

Ahmedabad : ડો.ડિટોક્ષ ક્લિનિકની બે પૂર્વ કર્મચારીએ 12.50 લાખની છેતરપિંડી આચરી, બંને મહિલા ઝડપાઇ
Two former employees of Dr Detox Clinic commit fraud of Rs 12.50 lakh, both women arrested
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 11, 2021 | 6:40 PM

Ahmedabad : જો તમે કોઈ ઓફિસ કે ક્લિનિક કે શો-રૂમ ધરાવો છો. તો કર્મચારીઓની ખરાઈ કરી લેજો. અથવા વિશ્વાસ કરતા ચેતજો. કેમ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આવી જ એક ઘટના વસ્ત્રાપુરમાં ડો. ડિટોક્ષ ક્લિનિક સાથે બની છે. જે ક્લિનિકના ડેટા બે પૂર્વ મહિલા કર્મચારીએ ચોરી કરી 12.50 લાખની છેતરપિંડી કરી. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ થતા બંને પૂર્વ મહિલા કર્મચારીને ઝડપી લેવાઇ છે.

હાલના સમયમાં ટેકનોલોજી આગળ વધી રહી છે. જેની સાથે સાયબર ક્રાઈમના પણ ગુના પણ વધી રહ્યાં છે. આવી જ એક ફરિયાદ વસ્ત્રાપુરમાં ડો ડિટોક્ષ ક્લિનિક ધરાવતા સંચાલકે સાયબર ક્રાઈમમાં કરી છે. જે બાદ સાયબર ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યું કે તે જ ક્લિનિકમાં કામ કરતી બે પૂર્વ મહિલા કર્મચારી જેમાં પૂર્વ એક પ્રિયંકા પંત જે ક્લિનિક મેનેજર અને બીજી દિવ્યા ગોહિલ જે ક્લાયન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા.

જેઓએ ડો. ડિટોક્ષ ક્લિનિકમાં આપવામાં આવતી દવા જે 12 હજારના પેકેજમાં આપવામાં આવતી. તે તેમના જ નામે પોતાની સોશિયલ સાઈટ પર 6 હજારમાં પેકેજ આપી ગ્રાહકોને દવા આપતા. અને તેનાથી મોટી બાબત તે તમામ ગ્રાહકોનો ડેટા ક્લિનિકના ડેટામાંથી ચોરી કર્યાનું સામે આવ્યું. જ્યારે ગ્રાહકોએ તેમનું જ પેકેજ 6 હજારમાં મળતું હોવાની જાહેરાત કરી. જે બાદ સમગ્ર મામલો સામે આવતા ક્લિનિક દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા બંને મહિલાનું કારસ્તાન ખુલી ગયું અને તેઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે બંને પૂર્વ મહિલા કર્મચારી બે વર્ષ ક્લિનિકમાં નોકરી કરી ચુક્યા હતા. અને તે સમય દરમિયાન તેઓએ ગ્રાહકોનો ડેટા ચોરી કર્યો અને બાદમાં તે જ ડેટા આધારે ગ્રાહકોનો સંપર્ક કરી તેઓની પાસેથી પેકેજ આપી 12.50 લાખ વસુલ કર્યા. જોકે ડેટા ચોરી કર્યા હોવાથી ગુનો બનતા બંને કાયદાના સકંજામાં આવી ગયા.

તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી પ્રિયંકા પંત એમ.કોમ સુધી અભ્યાસ કરેલ છે. જે ક્લિનિક મેનેજર હતી તથા દિવ્યા ગોહિલે બી.કોમ સુધી અભ્યાસ કરેલ. જે ક્લાયન્ટ મેનેજર હતી. જેમાં પ્રિયંકા પંત મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું. કેમ કે તેની પાસે વધુ એક્સેસના પાવર હતા. અને તે સમય દરમિયાન ડેટા ચોરી થયા હતા. જેઓએ સોશિયલ મીડિયા પર વેઇટ લોસ કન્સલ્ટન્ટ ના નામે પ્રોફાઈલ બનાવી ડેટા પ્રમાણે ક્લાયન્ટ સાથે કન્સલ્ટ કરી દવા આપી છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું.

હાલ તો સાયબર ક્રાઇમે ફરિયાદ આધારે ગુનાનો ભેદ ઉકેલી પૂર્વ મહિલા કર્મચારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બંને પૂર્વ કર્મચારીએ કેમ આ રીતે છેતરપિંડી કરી તેનું કારણ શોધવા પણ તપાસ શરૂ કરી છે. ત્યારે આ કિસ્સા પરથી કર્મચારીઓ પર આંધળો વિશ્વાસ રાખતા લોકોએ ચેતી જવાની જરૂર હોય અને તેમના માટે લાલબતી સમાન કિસ્સો હોય તેમ લાગી રહ્યું છે. જેથી તેઓ સાથે આ પ્રકારે છેતરપિંડીની ઘટના ન બને અને નાણાં ગુમાવાનો વારો ન આવે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">