TV9 sting operation : કાળાબજારમાં રૂપિયા 12થી 13 હજારમાં વેચાય છે રેમડેસિવિર ઇન્જેકશન !!!

 TV9 sting operation :  જેના માટે સવારથી જ લાગે છે કતારો. જેના માટે દર્દીના સગા મારે છે વલખાં. તે રેમડેસિવિર ઈન્જેક્શનની થઈ રહી છે કાળાબજારી. જીહા. આ સત્ય હકીકતનો ખુલાસો ટીવીનાઈનના સ્ટીંગ ઓપરેશનમાં થયો છે.

| Updated on: Apr 14, 2021 | 7:06 PM

TV9 sting operation :  જેના માટે સવારથી જ લાગે છે કતારો. જેના માટે દર્દીના સગા મારે છે વલખાં. તે રેમડેસિવિર ઈન્જેક્શનની થઈ રહી છે કાળાબજારી. જીહા. આ સત્ય હકીકતનો ખુલાસો ટીવીનાઈનના સ્ટીંગ ઓપરેશનમાં થયો છે. ટીવીનાઈનના સંવાદદાતાએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

જ્યારે અમારા સંવાદદાતાને જાણ થઈ કે ઈન્જેક્શનની કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેમણે આ અંગે વધુ વિગતો મેળવવાનું શરૂ કરી દીધુ. આખરે તેમનો સંપર્ક એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે થયો. જે રેમડેસિવિર ઈન્જેક્શન લાવી આપતો હતો.

ટીવીનાઈનના સંવાદદાતાએ એક ગ્રાહક તરીકે જ તેની સાથે મુલાકાત ગોઠવી. અને આખીય હકીકત કેમેરામાં કેદ કરી લીધી. ડ્રાઈવર ક્યાંથી ઈન્જેક્શન લાવતો હતો? કોને લાંચ આપતો હતો અને કેવી રીતે ઈન્જેક્શન લાવી આપતો હતો તે તમામ હકીકતો પરથી અમે આજે પડદો ઉંચકવા જઈ રહ્યા છીએ. સાંભળો ટીવીનાઈનના સંવાદદાતા અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર એટલે કે એજન્ટ સાથેની વાતચીત.

કેવી રીતે થયો પર્દાફાશ સાંભળો આ વાતચીતનો વીડિયો.

TV9ના સ્ટીંગ ઓપરેશનમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. કાળાબજારમાં રૂપિયા 12થી 13 હજારમાં રેમડેસિવિર ઇન્જેકશન વેચાતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાથે જ ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાયવર આ ઇન્જેકશન લાવી આપતો હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ખુલ્યું છેકે જે કંપનીનું માગો તે કંપનીનું ઇન્જેકશન મળી જતું હતું. આ માટે હોસ્પિટલના ઈન્ચાર્જને 5 હજાર રૂપિયાની લાંચ પણ આપવામાં આવતી હતી.

ટીવી9ના આ ખુલાસા બાદ અનેક સવાલોએ જન્મ લીધો છે.

1) આ કાળા કારોબારના અસલી ગુનેગાર કોણ?
2) ઈન્જેક્શન ક્યાં અને કેટલા વપરાય છે તેની તંત્રને નથી ખબર?
3) ઈન્જેક્શનની કાળાબજારી કરવામાં કોની કોની છે સંડોવણી?
4) હાલના સમયમાં સેવા કરવાની જગ્યાએ કોણ આચરે છે ભ્રષ્ટાચાર?
5) ખાનગી હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવર પાસે ક્યાંથી આવે છે ઈન્જેક્શન?
6) અત્યાર સુધી તંત્ર કેમ છે ઈન્જેક્શનની કાળાબજારીથી અજાણ?
7) દર્દીઓને કેમ કાળા બજારમાંથી ખરીદવા પડી રહ્યા છે ઈન્જેક્શન?
8) તંત્ર કેમ આવા શખ્સોને કોઈ સજા કરવામાં નથી માનતું?
9) દર્દીના સગાની સેવા કરવાને બદલે કેમ ચલાવાઈ રહી છે લૂંટ?

હાલ જયારે કોરોનાકાળમાં જે ઈન્જેક્શનની કટોકટી છે તેનો જ કાળો કારોબાર ચાલતો હતો. આમ, સેવા કરવાની જગ્યાએ માનવતા નેવે મૂકીને થઈ રહી છે કાળાબજારી થતી હોવાનું ખુલ્યું છે. ત્યારે આ મામલે વધુ તપાસ થશે તો તેમાં ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઇ રહી છે.

Follow Us:
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">