ખાડો ખોદે તે પડે, ચોરી કરીને ભાગવા બનાવેલા બાકોરામાં જ ફસાયો ચોર

Theft in the temple: ચોરે મંદિરમાંથી આભૂષણો તો ચોરી લીધા હતા પરંતુ જ્યારે મંદિરની (temple) બહાર આવવાનો સમય આવ્યો ત્યારે તેણે દિવાલમાં તોડીને બાકોરુ બનાવ્યુ. જ્યારે તે મંદિરની બહાર નીકળવા લાગ્યો ત્યારે ચોર તે જ બાકોરામાં ફસાઈ ગયો.

ખાડો ખોદે તે પડે, ચોરી કરીને ભાગવા બનાવેલા બાકોરામાં જ ફસાયો ચોર
thief got stuck in a wall hole (photo-ANI)Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:58 AM

આંધ્રપ્રદેશમાંથી (Andhra Pradesh) એક અજીબોગરીબ ચોરીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચોરે ચોરી કરીને બહાર નીકળવાનો રસ્તો તો બનાવ્યો પણ તે તેમા જ ફસાઈ ગયો. હા, અમે વાત કરી રહ્યા છીએ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના જામી યેલમ્મા મંદિરની (Jami Yellamma Temple in Srikakulam). આ મંદિરમાં ચોરે ચોરીનો પ્રયાસ કર્યો હતો. એટલો બધો કે તે મંદિરમાં (Temple) ઘૂસી ગયો અને ત્યાંથી ઘરેણાંની ચોરી પણ કરી, પરંતુ જ્યારે તે ચોરી કરીને મંદિરમાંથી બહાર નીકળવા માટે તેણે દિવાલ તોડીને એક બાકોરુ પાડ્યુ અને જ્યારે તે મંદિરની બહાર આવવા લાગ્યો ત્યારે તેણે પોતે બનાવેલા બાકોરાની અંદર ફસાઈ ગયો. જણાવી દઈએ કે મંદિરમાંથી 9 ગ્રામ ચાંદીની ચોરી કરવા બદલ ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તે મંદિરની દિવાલના બાકોરામાં ફસાઈ જતા રંગે હાથે ઝડપાયો હતો. એસઆઈ ચિરંજીવીએ આ માહિતી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ચોરનું નામ પાપા રાવ જણાવવામાં આવી રહ્યું છે. પાપા રાવને દારૂ પીવાની લત છે. ચોરે ભગવાનની મૂર્તિઓ પર ચઢાવેલા ઘરેણાંની ચોરી કરી હતી. તેના કહેવા પ્રમાણે, તેણે પુરો પ્રયાસ કર્યો કે તેઓ મંદિરની દિવાલ તોડીને બાકોરુ બનાવીને બહાર નીકળવા જાય છે પરંતુ તેમા તે સફળ ના થઈ શક્યો. ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે તે બાકોરામાંથી બહાર ન આવી શક્યો તો તેણે લોકોને બોલાવવાનું શરૂ કર્યું. આ પછી ગામલોકો ત્યાં એકઠા થઈ ગયા. પછી ચોરને તે બાકોરામાંથી બહાર કાઢીને પોલીસને હવાલે કરવામાં આવ્યો.

ખરાબ કાર્યોનું પરિણામ ખરાબ આવે

માનો કે ના માનો, પણ ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે એ વાત ચોક્કસ છે. જો કોઈને આ ફળ તરત જ મળે છે તો કોઈને સમય પ્રમાણે ચોક્કસ મળે છે. મંદિરમાં થયેલી આ ચોરીની ઘટનાએ આ વાત સાબિત કરી. કારણ ગમે તે હોય, ખરાબ કર્મોની સજા અવશ્ય મળે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચોઃ

રાજસ્થાનઃ હિસ્ટ્રીશીટર દેવા ગુર્જરની હત્યા બાદ હિંસાના કેસમાં 500 લોકો સામે કેસ નોંધાયો, હજુ સુધી એક પણ ધરપકડ નહીં

આ પણ વાંચોઃ

ભાવનગરમાં સામાન્ય બાબતમાં માતા પૂત્રી પર 4 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની ઘટના, ડબલ મર્ડરનો આરોપી કરીમ ઉર્ફે પીન્ટુ પોલીસ પકડની બહાર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">