ભાવનગરમાં સામાન્ય બાબતમાં માતા પૂત્રી પર 4 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની ઘટના, ડબલ મર્ડરનો આરોપી કરીમ ઉર્ફે પીન્ટુ પોલીસ પકડની બહાર
ડબલ મર્ડરનો આરોપી કરીમ ઉર્ફે પીન્ટુ પોલીસ પકડની બહાર છે. માતા-પુત્રી પર ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો.
ભાવનગર (Bhavnagar) શહેરના શેલારશા ચોક પાસે આવેલી સ્વાઈગરની શેરીમાં ગત 31 માર્ચના રોજ પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક પાડોશીએ માતા-પુત્રી પર ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ (Firing) કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો. જેમાં બે દિવસ પહેલા પુત્રીએ દમ તોડયા બાદ પરમ દિવસે મોડી રાત્રે માતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી આ ઘટના બેવડી હત્યામાં પરિણામી છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. જોકે, હજી સુધી આરોપી પોલીસ(Police) પકડથી દુર છે. ગુજરાતના ભાવનગર શહેરમાં ગઈ 31 મી માર્ચના રોજ શહેરના સ્વાઈગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં ઝઘડી માતા પુત્રી પર ફાયરિંગ થતાં ગંભીર ઈજા પહોંચી હતી.
માતા પુત્રીનું વારાફરતી સર.ટી.હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત થતા ઘટના ડબલ મર્ડરમાં પરિણામી છે. ત્યારે બેવડી હત્યા કરનાર આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર છે, પાંચ દિવસ પહેલા સવાઈગર શેરીમાં સામાન્ય બાબતે કરીમ ઉર્ફે પીન્ટુ નામના પાડોશીએ આડેધડ ફાયરિંગ કરી માતા-પુત્રીની હત્યા કરી નાખી હતી, પરિવારજનો દ્વારા તાત્કાલિક આરોપીને પકડી પાડી તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા ચાર ટિમો બનાવી હાલ આરોપીને ઝડપી પાડવા ગતિ વિધિ શરૂ કરાયેલ છે.
શહેરના શેલારશા ચોક પાસે સ્વાઈગરની શેરીમાં રહેતા અને રીક્ષા ચલાવતા અનવરઅલી પ્યારઅલી વઢવાણીયાએ પોતાના મકાનનું રીનોવેશન કામ હાથ ધર્યુ હતું. ત્યારે રેતી સિમેન્ટ સહિતનું રો-મટીરિયલ્સ ઘર બહાર શેરીમાં મુક્યું હતું. જે સંદર્ભે પાડોશી શખ્સ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણીએ અનવરના પરીવાર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. તેમજ તેની પાસે રહેલી પિસ્તોલ વડે ત્રણ-ચાર રાઉન્ડ ફાયરીંગ કરી અનવરની પત્ની ફરીદાબેન તથા પુત્રી ફરિયલને ગોળી મારી દીધી હતી, તેમની ગંભીર હાલત થતા બન્નેને 108 દ્વારા તાત્કાલિક સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અગાઉ પોલીસ તંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવતી હતી તે હવે કરવામાં આવતી નથી. જેના કારણે ભાવનગર શહેર અને જીલ્લો કે જ્યાં ગેરકાયદેસર રીતે વેપન ધરાવતા લોકોની સંખ્યા કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે છતાં પોલીસ આવા ઇસમોને ઝડપી પાડવામાં ખાસ સફળ થતી નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: