અહીંસા એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી સુરતથી ઝડપાયો

અહીંસા એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી સુરતથી ઝડપાયો
અહીંસા એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી સુરતથી ઝડપાયો

અહિંસા એક્સપ્રેસ ટ્રેનના આવવાના સમયે રેલ્વે ટ્રેક ઉપર લોખંડના બાકડા, લાકડા વગેરે રાખ્યા હતા. ટ્રેન આવીને આ લોખંડના બાકડા સાથે અથડાઈ હતી, જોકે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી.

Baldev Suthar

| Edited By: kirit bantwa

Jan 08, 2022 | 7:24 PM

આજથી 4 વર્ષ અગાઉ (Surat) ના કતારગામ ઉત્કલનગર નજીક રેલ્વે પાટા (Railway track) ઉપરથી પસાર થતી અહીંસા એકસપ્રેસ (Ahimsa Express) ટ્રેન (Train) ને ઉથલાવી પાડવાના પ્રયાસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એસોજી (SOG) એ પકડી પાડ્યો છે. તેના પર રાજકોટ (Rajkot) શહેર જીસીબી અને વડોદરા (Vadodara) ગ્રામ્યના કરજણ પોલીસ (Police) સ્ટેશનમાં નાર્કોટીકસના ગુન્હા નોંધાયેલા છે, જેમાં પણ તે ફરાર હતો.

સુરત શહેર પોલીસને સુરત શહેર તથા ગુજરાતના અન્ય શહેરમાં નાસતા ફરતા આરોપીની માહીતી એકઠી કરી તે ડેટાના આધારે એનાલીસીસ કરતાં જાણવા મળ્યું હતુ કે વર્ષ 2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં પાટા ઉપરથી પસાર થતી અહીંસા એકસપ્રેસ ટ્રેનને ઉથલાવી પાડવાના પ્રયાસના ગુન્હામાં તથા રાજકોટ શહેર જીસીબી અને વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટીકસના ગુન્હામાં આરોપી નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું હતુ જેથી આરોપીને શોધી કાઢવા એસોજીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

દરમિયાન SOG પોલીસના ASI જલુભાઈ દેસાઈ અને કોસ્ટબલ અશોક લુની ને બાતમી મળી હતી કે ત્રણેય ગુન્હાનો આરોપી સંતોષ ઉર્ફે સાપા ઉર્ફે સાપ ઉર્ફે સરફરાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે સુશાંત ઈશ્વર પરીડા હોય જેથી પોલીસે વોચ ગોઠવી અમરોલીના અંજવી ઈન્ડસ્ટ્રીયલ રોડ નહેર પાસેથી આરોપી સંતોષ ઉર્ફે સાપા ઉર્ફે સાપ ઉર્ફે સરફરાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે સુશાંત ઈશ્વર પરીડાને ઝડપી પાડયો હતો. સરફરાજ હાલ કામરેજના વેલંજા ગામમાં રહે છે.

આરોપી સરફરાઝની વધુ પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે વર્ષ 2017માં કતારગામ અશ્વિનિકુમાર ઝુપડપટ્ટીમાં રહી ચોરી છુપીથી ગાંજાનું વેચાણ કરતો હતો ત્યારે ગાંજો તથા દારૂનું વેચાણ કરતા અન્ય લોકો ઉપર પોલીસ અવાર નવાર રેઈડ કરતી હોય જેથી પોલીસથી નારાજ થઈ રેલ્વે ટ્રેક ઉપર બધા લોકો ભેગા થયા હતા અને ઝુંપડપટ્ટીની આસપાસથી પસાર થતી રેલ્વે લાઈનના પાટા ઉથલાવવાનું આયોજન કરી રાત્રીના સમયે સુરતથી અમદાવાદ જતી અહિંસા એક્સપ્રેસ ટ્રેનના આવવાના સમયે રેલ્વે ટ્રેક ઉપર લોખંડના બાકડા, લાકડા વગેરે રાખ્યા હતા. ટ્રેન આવીને આ લોખંડના બાકડા સાથે અથડાઈ હતી પણ કોઈ મોટી દુર્ઘટના બની નહોતી. આ ગુનામાં પોલીસે અમુક લોકોને પકડયા હતા. જે ગુન્હામાં પોલીસ શોધતી હોય જેથી સરફરાઝ પોતાના વતન ભાગી જઈ મજુરી કામ કરતો હોવાનું જણાવ્યું હતુ.

ઉપરાંત આરોપીની વધુ ઉંડાણપુર્વક પુછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતુ કે તેને વતનમાં મજૂરીમાં સારા પૈસા મળતા નહતા. જેથી એક વર્ષ પહેલા પરત સુરત ખાતે આવી પરવત પાટીયા તરફ મકાન ભાડે રાખી રહેવા લાગ્યો હતો. અને ચોરીછુપીથી ઓડીશાથી ગાંજો મંગાવી અન્ય જિલ્લાઓમાં વેચાણ કરતો હતો. આ દરમિયાન માર્ચ – 2021માં રાજકોટથી બે માણસો ઈકો ગાડી લઈ આવ્યા હતા અને તેમને 41 કિલો ગાંજો આપ્યો હતો અને ત્યારબાદ આ બંને લોકો રાજકોટ પકડાઈ ગયા હતા. પોલીસે સરફરાજને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ પાસે સરફરાઝનું અધુરું નામ હોવાથી ઓળખ છતી થઈ ન હતી.

ત્યારબાદ એપ્રિલ- 2021માં વડોદરા ખાતે રહેતા એક ઈસમ રિક્ષા લઈ સુરત આવ્યો હતો તેને પણ 4 કિલો ગાંજો આપ્યો હતો અને રિક્ષા સાથે કરજણ ખાતે પકડાઈ ગયો હતો તે કેસમાં પણ કરજણ પોલીસે સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેથી આરોપી ફરી પાછો પોતાના વતન ભાગી ગયો હતો અને હાલ છેલ્લા બે મહિનાથી સુરત ખાતે આવ્યો હોવાની કબુલાત કરી હતી. આમ ઓડીશાથી ગાંજો મંગાવી ગુજરાના અન્ય જિલ્લાઓમાં સપ્લાય કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને ઓડીશાથી ચાલતા ગાંજાના નેટવર્કને રોકવામાં વધુ એક સફળતા એસોજી પોલીસને મળી છે.

આ પણ વાંચોઃ SURAT: રિક્ષામાં મુસાફરોના મોબાઈલ તફડાવી લેતો આરોપી પકડાયો

આ પણ વાંચોઃ Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati