સુરત : આઠ કરોડથી વધુની બેંક લોન લઇ છેતરપિંડી આચરનાર વોન્ટેડ આરોપી ઝબ્બે, આરોપીની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી

મુખ્ય સુત્રધાર ઈર્શાદ પઠાણ સહિતની ટોળકી અને શહેરના રિંગરોજ ખાતે આવેલ યુસ બેંકમાં ટાટા અને અશોક લેલેન્ડ કંપની દ્વારા મેન્યુફકચર જ કરવામાં આવ્યા નથી. તેના બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાંથી જુદી જુદી 53 જેટલી લોન પર રૂ. 8,64,71,948 ની લોન મેળવી કૌભાંડ આચર્યું હતુ.

સુરત : આઠ કરોડથી વધુની બેંક લોન લઇ છેતરપિંડી આચરનાર વોન્ટેડ આરોપી ઝબ્બે, આરોપીની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી
Surat: Wanted accused swindled out of more than Rs 8 crore bank loan
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 25, 2022 | 1:00 PM

સુરત શહેર સહિતના શહેરોની બેંકોમાંથી હયાતી વગરના વાહનોના ડોકયુમેન્ટો મુકી રૂ. 8.64 કરોડથી વધુની લોન (Bank loan) લઈ ઠગાઇ (Fraud) કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી (Accused)બુધા મેઘાણીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) લસકાણા વાલક પાટિયા પાસેથી ઝડપી પાડયો હતો.

મળતી માહીતી અનુસાર સુરત શહેર તેમજ અમદાવાદ અને મુંબઈ, કાંદિવલી વિસ્તારોમાં આવેલ બેંકોમાં અશોક લેલેન્ડ કંપની તથા ટાટા કંપની દ્વારા મેન્યુફેકચર જ કરવામાં આવ્યા ન હોય તેવા હયાતી વગરના વાહનોના આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી, આર.સી.બુક મેળવી તેમજ વાહનોના બોગસ દસ્તાવેજો તેમજ વીમા પોલીસીના કાગળો બનાવી, તેને સુરત તેમજ અન્ય શહેરોની બેંકમાં 53 જેટલી જુદી જુરી 53 જેટલી લોન મેળવી રૂ. 8.64 કરોડથી વધુની લોન લઈ કૌભાંડ આચરનાર સુરતના ઈર્શાદ પઠાણ અને બુધાભાઈ મેઘાણી સહુત આરોપીઓ એક વર્ષ પહેલાં શહેરમાં ડીસીબી, ઉમરા, અડાજણ, અઠવા, તથા અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન તેમજ મુંબઈના કાંદીવલી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ ગુનામાં વોન્ટેડ બુધાભાઈ મેઘાણી સુરત શહેરમાં રહેતો હોવાની બાતમી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જે બાતમીના આધારે શહેર ક્રાઈમબ્રાન્ચની ટીમે લસકાણા વાલક પાટિયા પાસેના જાહેર રોડ પરથી આરોપી બુધાભાઈ બાલાભાઈ મેઘાણીને ઝડપી પાડયો હતો.આ અંગે વધુ તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરના સરથાણા પોલીસ મથકના લકઝરી બસના બોગસ દસ્તાવેજના ચકચારિત પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ઈર્શાદ પઠાણ સહિતની ટોળકી અને શહેરના રિંગરોજ ખાતે આવેલ યુસ બેંકમાં ટાટા અને અશોક લેલેન્ડ કંપની દ્વારા મેન્યુફકચર જ કરવામાં આવ્યા નથી. તેના બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાંથી જુદી જુદી 53 જેટલી લોન પર રૂ. 8,64,71,948 ની લોન મેળવી કૌભાંડ આચર્યું હતુ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જયારે બુધા મેધાણીએ શહેર પોલીસની ધરપકડથી બચવા તેને છોટા ઉદ્દેપુરમાં ઘામા નાંખ્યા હતા. એક વર્ષથી વોન્ટેડ રહેલા બુઘા મેઘાણીએ છોટાઉદેપુરમાં બાયો઼ડિઝલનો ગેરકાયદેસરનો વેપલો શરી કરતાં સ્થાનિક પોલીસે તેની પાસે ગુનો દાખલ કરતાં તે ત્યાંથી ભાગી સુરત આવ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનમાં અટવાયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ, રાજ્ય સરકારની હેલ્પલાઇન પર સતત ઇન્કવાયરીમાં વધારો

આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવી આપવીતિ, અંતિમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થિની પરત ફરી

g clip-path="url(#clip0_868_265)">