યુક્રેનમાં અટવાયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ, રાજ્ય સરકારની હેલ્પલાઇન પર સતત ઇન્કવાયરીમાં વધારો
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને લઇ વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. ત્યારે હવે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિની અસર પાડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. બેલારૂસ રશિયા અને યુક્રેનની વચ્ચે આવેલો દેશ છે.જેથી ત્યાં પણ મિલેટ્રી ગતિવીધીઓ જોવા મળી રહી છે.
ગાંધીનગર : રશિયા અને યુક્રેન (Ukraine) યુદ્ધને (WAR) કારણે યુક્રેનમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે. આ મામલે રાજ્યના 12 જિલ્લામાંથી 65 લોકોની માહિતી સરકારને મળી છે. રાજ્ય સરકારે 70 ઇન્કવાયરીની માહિતી વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. રાજ્ય સરકારને (state government)મદદ માટે 44 જેટલા કોલ આવ્યા હોવાનું પણ ખુલ્યું છે. ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે હેલ્પલાઈન નંબર (Helpline number) જાહેર કર્યો છે. બે દિવસમાં 70 જેટલા વિદ્યાર્થીઓએ ઇન્કવાયરી કરી છે. વિદ્યાર્થીઓએ એરલિફ્ટ કરવા સરકારની મદદ માગી છે.
રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્રારા ગુજરાતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને માહિતી મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. રાજ્ય સરકાર દ્રારા 07923351900 નંબર જાહેર કર્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્રારા યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર ચિંતિત છે, પરિવારજનો ધીરજ રાખે
આ અંગે જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતના નાગરિકોની સલામતી માટે ચિંતિત છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને ધીરજ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં આ અંગે નિરાકરણ લાવશે તેવો દાવો કર્યો હતો.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને લઇ વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. ત્યારે હવે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિની અસર પાડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. બેલારૂસ રશિયા અને યુક્રેનની વચ્ચે આવેલો દેશ છે.જેથી ત્યાં પણ મિલેટ્રી ગતિવીધીઓ જોવા મળી રહી છે. જેના કારણે બેલારૂસમાં પણ ગુજરાતના ૭૫૦થી વધુ અને ભારતના ૨ હજારથી વધારે વિદ્યાર્થીઓ ફસાયા છે. જેને લઇ વાલીઓ ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવી આપવીતિ, અંતિમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થિની પરત ફરી
આ પણ વાંચો : Surat : ધોની સાથે CSKની ટિમ IPLની પ્રેક્ટિસ માટે સુરત આવશે, પણ સુરતીઓને સ્ટેડિયમમાં NO ENTRY