યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવી આપવીતિ, અંતિમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થિની પરત ફરી
યુક્રેનમાં પોતાના બાળકોને ફસાયેલા જોઇને ગુજરાતમાં તેમના માતા-પિતા ચિંતામાં મુકાયા છે. સરકાર પાસે જલ્દીમાં જલ્દી તેમના બાળકો પરત ફરે તેવી માગ કરી રહ્યા છે.
યુક્રેન (Ukraine)માં વણસેલી પરિસ્થિતિ વચ્ચે હજારો લાખો ભારતીય વિદ્યાર્થીઓ (Indian students)ફસાયા છે. પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે જુદા જુદા ક્ષેત્રમાં ડિગ્રી હાંસલ કરવા ગુજરાત(Gujarat)ના પણ વિદ્યાર્થીઓ યુક્રેન ગયા હતા. પરંતુ યુદ્ધના કારણે ત્યાંની દશા બગડી છે. આથી વિદ્યાર્થીઓએ ભારત પોતાના વતન આવવું છે અને હવે તે સરકાર પાસે મદદ માગી રહ્યા છે.
ગુજરાતમાંથી યુક્રેન ભણવા ગયેલા હજારો વિદ્યાર્થીઓ ફસાયા છે. તેઓ ભારત પરત આવવા સરકાર પાસે મદદ માગી રહ્યા છે. બે દિવસ પહેલા યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લઇ એક ફ્લાઇટ ભારત પરત આવી હતી. ત્યારે હવે યુક્રેનથી ઉપડેલી અંતિમ ચાર્ટર્ડ ફ્લાઈટમાં પણ 180 જેટલા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે. જેમાં વલસાડની અનેરી પટેલ નામની વિદ્યાર્થિની વતન પરત પહોંચી છે.
વલસાડની અનેરી પટેલ યુક્રેનથી દિલ્લી અને ત્યાંથી ફ્લાઈટ મારફતે પોતાના વતન પહોંચી છે. ઘરે પરત ફરતાં જ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. અનેરીએ કહ્યું કે સામાન્ય રીતે યુક્રેનથી ભારત આવવાની ટિકિટ 30થી 38 હજાર રૂપિયા થાય છે. પરંતુ આવા સંજોગોમાં ટિકિટ જ નહોતી મળતી. જેથી તેઓએ એજન્ટનો સંપર્ક કર્યો હતો અને 55 હજાર રૂપિયામાં ચાર્ટર્ડ ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી હતી. હજુ તેની યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં જ છે.
યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ગુજરાતના હજારો વિદ્યાર્થી અટવાયા છે ત્યારે મહેસાણાની વિદ્યાર્થિની ક્રિષ્ના બારોટ બે દિવસ પહેલા જ યુક્રેનથી પરત ફરી છે. ક્રિષ્નાએ યુક્રેનના લોકોમાં ભય હોવાનું જણાવ્યું. જો કે ઘરમાં જ કેદ વિદ્યાર્થીઓને કોઈ ખતરો ન હોવાની સ્પષ્ટતા કરી. ક્રિષ્ના બારોટે કહ્યું કે ભારતીય દૂતાવાસે કોઈ મદદ કરી નથી. હાલમાં એરપોર્ટ બંધ હોવાથી કોઈ પરત ફરી શકે તેવી શક્યતા નથી.
યુક્રેનમાં પોતાના બાળકોને ફસાયેલા જોઇને ગુજરાતમાં તેમના માતા-પિતા ચિંતામાં મુકાયા છે. સરકાર પાસે જલ્દીમાં જલ્દી તેમના બાળકો પરત ફરે તેવી માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો-
Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો-