Surat : સુરત એસઓજીને મળી સફળતા, 10 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો

Surat : સુરતના વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઉડીયા કારીગરને સુરત શહેર એસઓજીએ ( Surat SOG) પીપોદરા જીઆઈડીસીમાંથી ઝડપી લીધો છે.

Surat : સુરત એસઓજીને મળી સફળતા, 10 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો
સુરત
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 29, 2021 | 3:24 PM

Surat : સુરતના વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઉડીયા કારીગરને સુરત શહેર એસઓજીએ ( Surat SOG) પીપોદરા જીઆઈડીસીમાંથી ઝડપી લીધો છે. સુરતથી વતન ભાગીને ગયેલા કારીગર શંકરને ત્યાં કામ નહીં મળતા તમિલનાડુમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. ત્યાંથી પરત વતન જઈ ફરી ત્રણ મહિના પહેલા તે સુરત આવ્યો હતો.

સુરત એસઓજીના માણસોને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે પીપોદરા જીઆઈડીસીમાં વોચ ગોઠવી શંકર દેવરાજ ગૌડાને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા આરોપી શંકર સુરતના વરાછા પોલીસ મથકમાં 10 વર્ષ અગાઉ નોંધાયેલા લૂંટ વીથ ફાયરીંગના ગુનામાં વોન્ટેડ હતો.

શંકર વર્ષ 2011 માં સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતો હતો. પોતાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેમજ દિવાળીનો તહેવાર આવતો હોય શંકરે મિત્રો સાથે મળી લૂંટની યોજના બનાવી હતી.તેને ટીપ મળી હતી કે અશ્વિનીકુમાર અંજટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નં.132 માં લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર કારીગરોને પગાર કરવા માટે પૈસા લઈ સાંજે આવવાના છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સુરતમાં આવા કેટલાય ગુનેગારો છે કે વર્ષો પહેલા સુરતમાં કોઈને કોઈ ગંભીર ગુનાને અંજામ આપી સુરત શહેર છોડીને બહાર રહેવા લાગ્યા ત્યારે આવા લોકોને પકડવા માટે સતત સુરત SOG પોલીસ વોન્ટેડ આરોપીને પકડવા વોચમાં જાય છે ત્યારે આ 10 વર્ષ પહેલાં સુરતમાં લુમ્સનાં કારખાનામાં ફાયરિંગ કરી લૂંટ ને અંજામ આપનારને ઝડપી પાડવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">