Surat : પાર્સલ ખોલ્યું અને નીકળ્યો દારૂ, સુરતમાં હવે કુરિયર મારફતે થઇ રહી છે દારૂની હોમ ડિલિવરી ?

અહીં ફરી એકવાર એ બાબત સાબિત થાય  છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર નામની છે. દારૂનો કારોબાર પોલીસની નાક નીચે જ ગમે તે રીતે પણ થઇ રહ્યો છે. છતાં પોલીસ સુધી આ બાબતની કોઈ ગંધ સુદ્ધાં પહોંચતી નથી.

Surat : પાર્સલ ખોલ્યું અને નીકળ્યો દારૂ, સુરતમાં હવે કુરિયર મારફતે થઇ રહી છે દારૂની હોમ ડિલિવરી ?
Surat: Parcel opened and liquor out, Home delivery of liquor is now taking place through courier in Surat?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 6:01 PM

ક્યારેક શાકભાજીની આડમાં, તો ક્યારેક કચરાની આડમાં નહીં તો ક્યારેક મુસાફરો ભરેલી લકઝરી બસની આડમાં અને હવે કુરિયર ઓફિસ દ્વારા સીધું જ કુરિયર મારફતે પણ દારૂની(liquor ) હેરાફેરી સુરતમાં શરૂ થઇ ગઇ છે. જી હા, ખટોદરા વિસ્તારમાં રહેતા એક ટેલરના ઘરે કુરિયર મારફતે રૂપિયા 1.35 લાખની કિંમતનો દારૂનું પાર્સલ આવ્યું હતું. આ બાબતે ટેલરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે બે અજાણ્યાની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ટેલરના ઘરે એક અજાણ્યું પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ જયારે તેણે ખોલીને જોયું તો તે પણ ચોંકી ઉઠ્યો હતો. આ પાર્સલમાંથી બીજું કંઈ નહિ પણ 1.35 લાખ રૂપિયાની કિંમતનો દારૂ નીકળ્યો હતો. જેને જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે તેઓએ કોઈપણ વસ્તુ માટે ઓર્ડર આપ્યા ન હતા. જેથી તેઓએ પોલીસની હાજરીમાં જ આ કુરિયર પાર્સલ ખલોવાની નિર્ણય કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ખટોદરા વિસ્તારમાં આવેલા ઉમા ભવન પાસે ગાંધીકુટીર રોડ ઉપર વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક દિપચંદ ઝવર પોતે ટેલરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેમના ઘરે ચાર પાર્સલ કુરિયરથી આવ્યા હતા. જોકે અશોકભાઇએ કોઇપણ વસ્તુ કોઈ ઓનલાઇન કંપની કે કોઈની પાસે મંગાવી ન હોવા છતાં પણ તેમના ઘરે પાર્સલો આવતા તેઓએ રાહ જોયા વગર સીધો જ ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પોલીસે તાત્કાલિક જ અશોકભાઇના ઘરે જઇને તપાસ કરતા ચારેય કુરિયરમાંથી રૂ.. 1.35 લાખની કિંમતનો 90 બોટલ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પાર્સલમાં એક જગ્યા ઉપર એક્ષપ્રેસ દિલ્હી અને બીજી બાજુમાં દિપચંદ ઝવર કેશરીચંદ ઝવર લખેલું હતું. આ બાબતે પોલીસે કુરિયર મોકલનાર બે અજાણ્યાની સામે ગુનો નોંધીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

આમ, અહીં ફરી એકવાર એ બાબત સાબિત થાય  છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર નામની છે. દારૂનો કારોબાર પોલીસની નાક નીચે જ ગમે તે રીતે પણ થઇ રહ્યો છે. છતાં પોલીસ સુધી આ બાબતની કોઈ ગંધ સુદ્ધાં પહોંચતી નથી. ખેપિયાઓએ દારૂનો કારોબાર કરવા નિતનવા રસ્તાઓ અપનાવી જ લીધા છે. સુરતમાં કુરિયરના પાર્સલમાંથી મળેલો દારૂ પણ આ જ વાતની સાબિતી આપે છે.

આ પણ વાંચો : રસી નહીં તો પ્રવેશ નહીં ! સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો : સુરત : ગઠીયાએ કેટલી આસાનીથી મોબાઇલ સેરવી લીધો, ચોરની ચાલાકી સીસીટીવીમાં કેદ થઇ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">