સુરત : ગઠીયાએ કેટલી આસાનીથી મોબાઇલ સેરવી લીધો, ચોરની ચાલાકી સીસીટીવીમાં કેદ થઇ

સુરત : ગઠીયાએ કેટલી આસાનીથી મોબાઇલ સેરવી લીધો, ચોરની ચાલાકી સીસીટીવીમાં કેદ થઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 1:00 PM

મોબાઇલ ચોરીના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તમે પણ આ સીસીટીવી દ્રશ્યો જોઇને જાણી જશો કે ગઠીયાએ કેટલી આસાનીથી ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. જયાં એક મોબાઇલ શોપમાં એક ચાલાક ગઠીયો ઘુસ્યો હતો.

સુરતમાં ધોળાદિવસે મોબાઈલની એક ગઠીયાએ ચોરી કરી છે. લીંબાયત વિસ્તારની એક મોબાઈલની શોપમાં દુકાનદારનું ધ્યાન ભટકાવી એક શખ્સે મોબાઇલ સેરવી લીધો હતો.આ ચોરી બનાવ CCTVમાં થયો કેદ થયો છે. CCTVમાં સફેદ કુર્તામાં દેખાતા શખ્સે સરળતાથી મોબાઈલ લઈ તેના ખીસ્સામાં નાખી દીધો હતો. અને દુકાનદારને જાણ બહાર મોબાઈલ લઈને ફરાર થયો હતો. હાલ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે શખ્સને શોધવા તપાસ હાથ ધરી છે.

ગઠીયો મોબાઇલ સેરવી થયો ફરાર, જુઓ સીસીટીવી દ્રશ્યો 

મોબાઇલ ચોરીના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તમે પણ આ સીસીટીવી દ્રશ્યો જોઇને જાણી જશો કે ગઠીયાએ કેટલી આસાનીથી ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. જયાં એક મોબાઇલ શોપમાં એક ચાલાક ગઠીયો ઘુસ્યો હતો. અને, દુકાનમાં રહેલી મોબાઇલ ખરીદીની ભીડનો તેને આસાનીથી લાભ લીધો હતો. દુકાનમાં મોબાઇલ વેચનાર સેલ્સમેન અન્ય ખરીદદારોને મોબાઇલ બતાવવામાં વ્યસ્ત હતો. ત્યારે આ ચાલાક ચોરે મોબાઇલ આસાનીથી ઝભ્ભાના ખિસ્સામાં મોબાઇલ નાંખી દીધો. અને, મોકો મળતા જ દુકાનમાંથી નીકળી ગયો. જોકે, ચોરની આ ચાલાકી સીસીટીવીમાં કેદ થઇ છે. અને, ચોરનો ચહેરો પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. જેથી પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : ”સ્વરાજ, સ્વદેશી અને સ્વભાષા પર અમારુ જોર”, ભારતીય રાજ્ય ભાષા સંમેલનમાં અમિત શાહનું નિવેદન

આ પણ વાંચો : દ્વારકાની ઘટના બાદ વલસાડના દરિયાકાંઠે પણ સ્થાનિક પોલીસ અને મરીનની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું

g clip-path="url(#clip0_868_265)">