ચાલુ બસમાં સુરતની 15 વર્ષની કિશોરી પર બળાત્કાર, આરોપીની POCSO એક્ટ હેઠળ ધરપકડ

સુરતમાં ગત દિવસોમાં બળાત્કારની એક કરતા વધુ ઘટનાઓ સામે આવી છે, પણ હવે બળાત્કારીઓની ખેર નથી. સુરતની કોર્ટમાં છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના પાંચ જેટલા કેસોમાં આરોપીઓને સજા કરીને દાખલો બેસાડવાનું કામ કર્યું છે.

ચાલુ બસમાં સુરતની 15 વર્ષની કિશોરી પર બળાત્કાર, આરોપીની POCSO એક્ટ હેઠળ ધરપકડ
Rape of 15 year old girl in moving bus


SURAT : સુરત સાથે જોડાયેલી વધુ એજ બળાત્કારની ઘટના સામે આવી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી એકે 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી યુવક અપહરણ કરી ગયો હતો. આ યુવકે સગીરાનું અપહરણ કરી નવસારી, મુંબઈ, અમદાવાદ અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. આરોપી યુવકે લગ્નની લાલચ આપી ચાલુ બસમાં યુવતીનો બળાત્કાર કર્યો. સુરત પોલીસે આરોપી યુવકની POCSO એક્ટ હેઠળ ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં ગત દિવસોમાં બળાત્કારની એક કરતા વધુ ઘટનાઓ સામે આવી છે, પણ હવે બળાત્કારીઓની ખેર નથી. સુરતની કોર્ટમાં છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના પાંચ જેટલા કેસોમાં આરોપીઓને સજા કરીને દાખલો બેસાડવાનું કામ કર્યું છે. બળાત્કારના ગંભીર ગુનામાં સ્પીડ ટ્રાયલની સાથે આરોપીઓને સજા ફટકારવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં આવા અલગ અલગ પાંચ કિસ્સામાં આરોપીઓને સજા કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે.

થોડા દિવસ પહેલા સચિનના પાંચ વર્ષની બાળા સાથે બનેલી બળાત્કારની ઘટનામાં સચીન GIDC પોલીસે આ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલે પાંચ દિવસમાં ટ્રાયલ પૂરી કરી હતી અને કોર્ટે ઘટના બન્યાના 29માં દિવસે આરોપી અજય નિસાદને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારી છે.

કતારગામમાં રહેતી સગીરાને રાંદેરમાં રહેતો આરોપી શશી વસાવા બે વાર ભગાડી ગયો હતો અને તેણીની સાથે બદકામ કર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી અને શશીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં ત્રણ દિવસ પહેલાં જ કોર્ટે શશી વસાવાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

ઝાંપા બજાર કાકાભાઈ સ્ટ્રીટમાં રહેતો મોહમ્મદ આરીફ શેખ એ બાર વર્ષની સગીરાને ચોકલેટ તેમ જ લગ્નની લાલચ આપીને સલાબતપુરા ને કારખાનામાં લઈ ગયો હતો. ત્યારબાદ સગીરા ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.આ કેસમાં કોર્ટે આરોપી મોહમ્મદ આરીફ ને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

કાપોદ્રામાં વર્ષ 2010માં ભારતમાં રહેતી એક મહિલાની સાથે એકલતાનો લાભ લઇ પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં 11 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપી વિરેન્દ્ર મિશ્રા અને તકસીરવાર ઠેરવી ને 14 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

વર્ષ 2018 માં રાજસ્થાનથી સુરત આવેલી સગીરાની સાથે ઇંસ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી અને સોસાયટીમાં રહેતા ત્રણ મિત્રો તેમજ બે સગીરે બળાત્કાર અને દુષ્કર્મ કર્યુ હતું. આ કેસમાં બે સગીરોની સામે જુવેનાઈલ કોર્ટમાં કેસ ચાલતો હતો જ્યારે ત્રણ આરોપી સામે 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

આ પણ વાંચો : AHMEDABAD : લગ્ન પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં ઘડ્યો એક્શન પ્લાન


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati