SURAT : એક કા ડબલના માસ્ટર માઇન્ડ ઝડપાયા, પાંચ લાખથી વધુ લોકોના 520 કરોડ રૂપિયા કર્યા ચાઉં

SURAT : નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી પાવર બેંક અને ઈઝેડ પ્લાન નામની એપ્લિકેશન થકી કરોડોની છેતરપિંડી કેસમાં સંડોવાયેલ આરોપીઓને અડાજણ ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા.

SURAT : એક કા ડબલના માસ્ટર માઇન્ડ ઝડપાયા, પાંચ લાખથી વધુ લોકોના 520 કરોડ રૂપિયા કર્યા ચાઉં
એક કા ડબલના માસ્ટર માઇન્ડ ઝડપાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 12, 2021 | 6:56 PM

SURAT : નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી પાવર બેંક અને ઈઝેડ પ્લાન નામની એપ્લિકેશન થકી કરોડોની છેતરપિંડી કેસમાં સંડોવાયેલ આરોપીઓને અડાજણ ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ બેંગ્લોર સીટી ખાતે પણ ગુનો નોંધાયો હોવાથી હાલ કબ્જો સીઆઇડી સાયબર ક્રાઇમ બેંગ્લોર પોલીસને સોંપવામાં આવ્યો છે. અત્રે મહત્વનું છે કે પાંચ લાખથી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી આરોપીઓ દ્વારા આચરવામાં આવી છે. જે ઈસમોનો સુરતના લોકો પણ ભોગ બન્યા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે.

એકના ડબલનો માસ્ટર પ્લાન

કરોડોની છેતરપિંડી આચરતી ગેંગના સાગરીતોને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. બેંગ્લોર ,દિલ્હી,ઉત્તરાખંડ સહિત ભારતભરમાં અલગ અલગ લોકોને નાણાં ડબલ કરવાની લાલચ આપી 520 કરોડની અંદાજીત છેતરપિંડીમાં કરવામાં આવી હતી. જેમાં સુરતના આરોપીઓની પણ સંડોવણી સામે આવી હતી.આ આરોપીઓ દ્વારા સુરતના લોકો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કેવી રીતે આચરતા છેતરપિંડી ?

સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરાવી નાણાં જમા કરાવવામાં આવતા હતા. જ્યાં બોગસ કંપની સુરત ખાતે ઉભી કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. જે બાદ ROZOR PAYમાં પેમેન્ટ એગ્રીગેટર તરીકે રજીસ્ટર કરી એકાઉન્ટ બનાવવામાં આવતું હતું. જે એકાઉન્ટમાં ગેમિંગ,ઇકોમર્સ,અને સોસીયલ પ્લેટફોર્મ્સનું પેમેન્ટ કરવામાં આવતું હતું.ગૂગલ પ્લે સ્ટોરની પાવર બેંક એપ્લિકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ પર દૈનિક ધોરણે મુદ્દલ પર વ્યાજ આપવાના બહાને રોકાણકારોને રોકાણ કરાવી કસ્ટમર પાસેથી રૂપિયા ભરાવવામાં આવ્યા હતા.

જેમાં પાંચ લાખ કસ્ટમરો સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયુ હતું. જેમાં સુરતના ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની હકીકત સામે આવતા તપાસ દરમ્યાન મગદલ્લા ખાતે ચા નાસ્તાની દુકાન ધરાવતા વિજય છગન ભાઈ વણઝારા અને એજન્ટ જય અશોકભાઈ પારેખની ધરપકડ અડાજણ ખાતેથી સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી.

જોકે આરોપીઓ વિરુદ્ધ બેંગ્લોર સીટી પોલીસ મથકમાં ગુના નોંધાયા હોય બંને આરોપીઓને બેંગ્લોર સીટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. દિલ્હી સાયબર સેલ ખાતે પણ આ બાબતે આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ થયા છે.જેમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">