AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: જૂના મોબાઈલના લે-વેચ ઉપર મહત્વપૂર્ણ જાહેરનામું, પોલીસે મોબાઈલ ચોરી કરતી ટોળકીને ઝડપી

મહત્વપૂર્ણ છે કે શહેરમાં મોબાઇલ ચોરીની અને સ્નેચિંગની મળતી ફરિયાદના આધારે પોલીસ એક્શન મોડ પર હતી. ચોરીના મોબાઈલ શહેરની સૌથી મોટી મોબાઈલ લે-વેચની માર્કેટ એવી જનતા માર્કેટમાં વેપાર થતો હોવાની માહિતી મળી હતી.

Surat: જૂના મોબાઈલના લે-વેચ ઉપર મહત્વપૂર્ણ જાહેરનામું, પોલીસે મોબાઈલ ચોરી કરતી ટોળકીને ઝડપી
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:24 PM
Share

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જૂના મોબાઈલ લે વેચને લઈ મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  શહેરમાં બનતા મોબાઈલ ચોરીનાં તેમજ મોબાઈલના ઉપયોગથી કરાતા ગુન્હાઓને શોધી કાઢવા સુરત શહે૨ પોલીસ કમિશ્નર દ્વારા એક અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ જૂના મોબાઈલની લે વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ, સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજીયાત બનાવવાના રહેશે.આ પ્રકારની કામગીરી ન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જૂના મોબાઇલના લે વેચ પર મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીઓની અને મોબાઈલ સ્નેચિંગની ઘટના અવારનવાર સામે આવી રહી છે. મોબાઈલ ચોરીઓની રોજે રોજ ઢગલાબંધ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે ત્યારે ચોરીના મોબાઇલ શોધવા અને આ નેટવર્ક ને પકડી પાડવા પોલીસ એક્શન મોડ પર જોવા મળી છે. જેને લઇ સુરત પોલીસ કમિશનર દ્વારા જુના મોબાઇલના ખરીદ વેચાણ સામે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ પણ વાંચો: Surat: 9 વર્ષના બે માસૂમ સાથે નરાધમ શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શિક્ષક મહોમ્મદ મુદબ્બીરની પોલીસે કરી ધરપકડ

સુરત શહે૨ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા આજે જુના મોબાઈલ લે – વેચ પર એક અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ જૂના મોબાઈલના મોબાઈલ લેવેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જૂના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પૂરેપૂરૂ નામ, સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજીયાત બનાવવાના રહેશે.જેમાં મોબાઈલ ની વિગત , કંપનીના આઈએમઈઆઈ નં.ની, મોબાઈલ બિલની, લે-વેચ કરનારના નામ અને સરનામા,તેમજ આઈ ડી પ્રૂફની વિગત નોંધાયેલી ફરજિયાત હોવી જોઈશે.

આ પ્રકારની કામગીરી ન કરનાર વેપારી સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે વેચનાર વ્યક્તિ પાસેથી ખરીદનારનું અને વેચનારનું પુરૂ નામ સ૨નામું મેળવી એક નકલ પોતાની પાસે રાખવાની રહેશે અને બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત આપવાની રહેશે. આપવાનું રહેશે.ત્યારે પોલીસ દ્વારા જાહેર કરાયેલ આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાને પત્ર રહેશે.

સિમકાર્ડ ખરીદ અને વેચાણ ઉપર પોલીસની નજર

જુના મોબાઇલની લે વેચ ઉપરાંત મોબાઇલમાં વપરાતા સીમકાર્ડના પણ ખરીદ વેચાણ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ આદેશ જાહેર કરાયા છે.મોબાઇલના ખરીદ વેચાણ ની જેમજ સીમકાર્ડ વેચાણ વખતે વેપારીઓએ ખરીદનારનું નામ, સ૨નામું માટેના ઓળખના પુરાવા, સીમકાર્ડના નંબર અને કંપનીની વિગતો નોંધવાની ફરજિયાત રહેશે.

મહત્વપૂર્ણ છે કે શહેરમાં મોબાઇલ ચોરીની અને સ્નેચિંગની મળતી ફરિયાદના આધારે પોલીસ એક્શન મોડ પર હતી. ચોરીના મોબાઈલ શહેરની સૌથી મોટી મોબાઈલ લે-વેચની માર્કેટ એવી જનતા માર્કેટમાં વેપાર થતો હોવાની માહિતી મળી હતી. જેને આધારે 100 થી વધુ પોલીસ કર્મી અને અધિકારીઓની ટીમ દ્વારા જનતા માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વેપારીઓ પાસેથી જુના મોબાઇલ વેચાણ માટેના ડેટા ની તપાસ કરી હતી. જેમાં અનેક વેપારીઓ પાસેથી જૂના મોબાઇલના રેકોર્ડ ન હોય તેવા મોબાઇલ મળી આવ્યા હતા .જેને આધારે પોલીસે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા હોવાનું માનવામાં આવે છે.

મોબાઇલ ચોરી કરતી  ગેંગ ઝડપી

સુરતમાં મોબાઇલની ચોરી કરતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે. વરાછા પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપતા એક બાળઆરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 18 જેટલા મોબાઇલ ફોન કબ્જે કરી કુલ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે આરોપીઓના અન્ય સાગરિતોની શોધખોળ શરૂ કરી છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">