AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: દારૂ ઘૂસાડવા ખેપિયાઓએ ગજબનો આઇડિયા અજમાવ્યો, પોલીસે દોરામાં સંતાડાયેલો દારૂ પકડી પાડ્યો

પોલીસે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કુંભારિયા ગામ તરફ જતા રોડ પાસેથી આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમાં તપાસ કરતા 1.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

Surat: દારૂ ઘૂસાડવા ખેપિયાઓએ ગજબનો આઇડિયા અજમાવ્યો, પોલીસે દોરામાં સંતાડાયેલો દારૂ પકડી પાડ્યો
પોલીસે દોરાના ગુચ્છામાં સંતાડાયેલો દારૂ પકડી પાડ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 2:21 PM
Share

ગુજરાતમાં કોઈ પણ તહેવારો નજીક આવતાની સાથે બુટલેગરો (bootlegger) એક્ટિવ થતા હોય છે અને અલગ અલગ શહેરોમાં બુટલેગરો દારૂ (alcohol) અવનવી રીતે ઘુસાડવા માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે આવો એક કિસ્સો સામે આવ્યો છે. ખેપિયાઓ અવનવા આઈડિયા અજમાવી પોલીસની નજરથી છુપાવી સુરત (Surat) માં દારૂ ઘૂસાડી રહ્યાં છે, પરંતુ પોલીસ પણ ટાંપીને જ બેઠી હોય તેમ બૂટલેગરોને ફાવવા દઈ રહી નથી. બૂટલેગર દ્વારા ગજબનો આઈડિયા અજમાવી દોરાના ગુચ્છામાં સંતાડાયેલો દારૂ હતો અને લાવામાં આવતા જ પૂણા પોલીસ (Police) એ ઝડપી પાડયો છે. તેમાં વેસ્ટેજ દોરાની અંદર કુલ 1.39 લાખનો દારૂ સંતાડવામાં આવ્યો હતો.

શહેરના પુણા પોલીસને બાતમી મળી હતી કે ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કુંભારિયા ગામ તરફ જતા રોડ પાસેથી આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમાં તપાસ કરતા 1.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસે ટ્રક અને દારૂ મળી કુલ 6.49 લાખની મત્તા કબજે કરી હતી તેમજ સાગર ઉર્ફે મીતલ દિનેશચંદ્ર કુશ્વાહ નામના ઇસમની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસ તપાસમાં દમણથી પ્રકાશભાઈ નામના ઇસમ પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને સુરતમાં તે દારૂનો જથ્થો આપવાનો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCBએ ઓલપાડના માસમા ગામેથી પણ દારૂ ઝડપી પાડ્યો

ઓલપાડ તાલુકાના માસમા ગામે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોય બાતમીના આધારે જિલ્લા એલસીબીએ સિધ્નાથ એવન્યુ ગામ.માસમા,તા. ઓલપાડ,ખાતે રેડ કરતા ધર્મેશ ફૂલચંદ પ્રજાપતિ નાએ પોતા ના કબ્જાના રહેણાંક મકાનમાં તેમજ વોક્સવેગન તથા મારૂતી ઇકો કારમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાનીમોટી  1656  બોટલો જેની કિ.રૂ. 4.23.100/- તથા બેો કાર, મોબાઈલ અને રોકડા મળી કુલ. 784600/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ ભરેલ ઇકો કાર ધારક અર્જુન ભેરૂમલ સિંધી રહે. ઇસનપુર ગામ, રોયલપાર્ક રેસીડેન્સી. તા.ઓલપાડ જી.સુરત મૂળ રહે. અજમેર ( રાજસ્થાન) તથા વિદેશીદારૂનો જથ્થો પુરો પાડનાર દિનેશ મારવાડી અને વિદેશી દારૂનો જથ્થો લેનાર અર્જુનભાઇ રહે. જીલાની બ્રિજની પાસે, સુરત શહેર ( મેહુલભાઈ રહે, જીલાની બ્રીજ પાસે, સુરત શહેર અજયભાઈ રહે. અડાજણ પાટીયા, સુરત શહેર તથા જીવાભાઇ રહે. કતારગામ, સુરત શહે૨ .તમામને સદર ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં આવવા કરી અપીલ, નરેશ પટેલે આ જવાબ આપ્યો

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">