સુરત: 10 વર્ષ અગાઉના હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં
સુરતમાં 10 વર્ષ અગાઉ મહિલાએ આડા સંબંધમાં નડતર પતિની પ્રેમી અને તેના મળતિયાઓ સાથે મળી હત્યા કરાવી નાખી હતી.
સુરતમાં 10 વર્ષ અગાઉ મહિલાએ આડા સંબંધમાં નડતર પતિની પ્રેમી અને તેના મળતિયાઓ સાથે મળી હત્યા કરાવી નાખી હતી. જો કે આ કેસમાં મહિલા અને તેનો પ્રેમી ઝડપાઈ ગયો હતો, પરંતુ એક આરોપી નાસતો ફરતો હતો. આખરે 10 વર્ષે તે પોલીસના હાથમાં આવી ગયો છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પાપ છાપરે ચઢીને પોકારે’ વ્યક્તિ ખોટું કરીને ગમે તેટલો નાસતો ફરે પણ એક દિવસ તેનો ન્યાય જરૂર થાય છે. આવો જ કિસ્સો સુરત શહેરમાં ઘટ્યો છે. સુરતમાં રહેતા એક યુવાનની પત્ની તેના સુપરવાઈઝર સાથે પ્રેમ સંબંધ સાથે અનૌતિક સંબંધ હોવાનો ભાંડો ફૂટી જતા અડચણ રૂપ થતાં પતિની પત્ની અને તેના પ્રેમીએ તેના મળતિયા સાથે મળી હત્યા કરાવી નાખી હતી.
જો કે હત્યાના 10 વર્ષ બાદ પ્રેમિકાના સાગરિતની સુરત પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ ગામ નજીક કૃભકો ફાટક નજીક આજથી 10 વર્ષ પહેલા એકે શ્રમજીવી લાકડાના ફાટક મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે જેતે સમયે મરનાર યુવાનનું નામ જગદીશ ખારવા તરીકે ઓળખ થઈ હતી, મરનાર જગદીશ જે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરતો હતો, ત્યાં કામ કરતા સુપરવાઈઝર અને જગદીશની પત્ની વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ સાથે અનૈતિક સંબંધ હતા. જોકે આ સંબંધ બાબતે પતિ જગદીશને ખબર પડી જતા પતિ પત્ની વચ્ચે દરરોજ કોઈને કોઈ બાબતે ઝઘડો થતો હતો.
આ પણ વાંચો: શું છે ભારતની સૌથી રહસ્યમય ઘટના પુરૂલિયા આર્મ્સ ડ્રોપની કહાની?
જો કે આ બધાની વચ્ચે એક દિવસ પત્નીએ તેના પ્રેમી સાથે માંડીને પતિનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું. જેથી એક દિવસ સુપરવાઈઝર રણજીત પરમાર તેના બે મળતિયા સવજી ડામોર અને રમેશ કટાર સાથે મળીને જગદીશને રેલવે ફાટક પાસે લઈ જઈને તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જો કે આ હત્યાના 10 વર્ષ બાદ પોલીસને હત્યામાં સંડોવાયેલ રમેશ કટાર રાજકોટ ખાતે એક બિલ્ડિગની સાઈડ પર કામ કરતો હોવાની વિગતના આધારે સુરત પોલીસ આરોપી રાજકોટ જઈને ઝડપી પાડી, તેને સુરત ખાતે લઈ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. જો કે હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપી વિશે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.